5 વર્ષમાં ભારતીય અમીરોની સંપત્તિ 87% વધી જશે, જાણો અત્યારે કેટલી છે સંપત્તિ
Trending Photos
દેશમાં અમીર લોકો સતત વધુ અમીર થતા થાય છે. એક રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભારતમાં અમીરોની સંપત્તિમાં 87% ટકા સાથે જોરદાર વધારો થઇ જશે. આ અનુમાન આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેંટ અને વેલ્થ એક્સના એક રિસર્ચ બાદ લગાવવામાં આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર દેશના 4,470 અમીર લોકોની સંપત્તિ તેમના વિદેશી સમકક્ષોની પણ વધુ છે. વધુ અમીર ભારતીયો પાસે સરેરાશ સંપત્તિ 865 કરોડ રૂપિયા છે.
આટલા કરોડ છે કુલ સંપત્તિ
ભારતીય અર્થવ્યવસ્થામાં એવા 2,84,140 અમીર છે. તમને જણાવી દઇએ કે તેમની કુલ સંપત્તિ 95 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2021 સુધી આ અમીરોની સંપત્તિ 188 લાખ કરોડ રૂપિયા થવાની સંભાવના છે. તેમની સંખ્યામાં 86 ટકા વધવાની આશા છે. સાથે જ એવા અમીરોની સંખ્યા દેશમાં વધીને 5,29,940થી વધુ થઇ શકે છે.
ગત પાંચ વર્ષમાં 40 ટકા વધી સંપત્તિ
આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેંટના મુખ્ય કાર્યકારી અધિકારી કરણ ભગતે જણાવ્યું કે ગત પાંચ વર્ષમાં દેશમાં અમીરોની સંખ્યા 40 ટકા વધી ગઇ છે. તમને જાણીને કદાચ આશ્વર્ય થશે કે આ કોઇપણ અન્ય દેશના મુકાબલે વધુ વધી છે. વિદેશમાં અમીરોની સંખ્યામાં 3.2 ટકાનો વધારો થયો છે, જ્યારે તેમની સંપત્તિમાં 4.2 ટકાનો વધારો થયો છે.
ઘણા નવા ભારતીય અમીરની જમાતમાં
દુનિયાભરમાં અમીરોની જમાતમાં ભારતના ઘણા નવા અમીર સામેલ થયા છે. ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર, આ મામલે ભારત ચોથા ક્રમે છે. તેમાં અમેરિકા ટોચ પર છે. જ્યારે જાપાન અને ચીન ત્યારબાદ આવે છે. એક ખાસ વાત એ છે કે વિદેશી અમીરના મુકાબલે ભારતીય અમીર ખૂબ ઓછી સંપત્તિ લિક્વિડ એસેટમાં રાખે છે.
તેમનું એક તૃતિયાંશ રોકાણ તેમના મુખ્ય બિઝનેસમાં છે. લગભગ 55 ટકા ભારતીય અમીરોને વારસામાં મળેલી સંપદાનો ફાયદો થયો છે. તેના માટે ગ્લોબલ સરેરાશ 34 ટકા છે. હાં, 45 ટકા અમીર ભારતીય પોતાની મહેનતથી પોતાનું સ્થાન બનાવી શક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે