શેર બજાર કડકભૂસ, રોકાણકારોના ડૂબ્યા 1.30 લાખ કરોડ રૂપિયા, જાણો શું છે સ્થિતિ?

અમેરિકા અને ચીન વચ્ચે વણસી રહેલ ટ્રેડ વોરની અસર સીધી ભારતીય શેર બજાર પર દેખાઇ રહી છે. મંગળવારે ભારતીય શેર બજારમાં હડકંપ મચી ગયો, સેન્સેક્સ અને નિફ્ટીમાં છેલ્લા બે મહિનાનો સૌથી મોટો કડાકો બોલાયો. જેને પગલે રોકાણકારોના અંદાજે 1.30 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા હોવાનું બજાર સુત્રોનું માનવું છે

શેર બજાર કડકભૂસ, રોકાણકારોના ડૂબ્યા 1.30 લાખ કરોડ રૂપિયા, જાણો શું છે સ્થિતિ?

નવી દિલ્હી : ભારતીય શેર બજાર બે બુલની લડાઇમાં અસરગ્રસ્ત થયું છે. અમેરિકા અને ચીન વચ્ચે વણસી રહેલ ટ્રેડ વોરની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે. શેર બજારમાં ભૂકંપ જેવી સ્થિતિ છે. સેન્સેક્સમાં 800 પોઇન્ટ અને નિફ્ટીમાં પણ 225 પોઇન્ટ જેટલો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે બજારની શરૂઆત સારી રહી હતી જોકે અંતમાં બજાર કકડભૂસ થયું હતું.

બજારમાં સેન્સેક્સ 768.88 પોઇન્ટ એટલે કે 2.06 ટકા જેટલા ઘટાડા સાથે 36562.91 પોઇન્ટ પર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી 225.35 પોઇન્ટ એટલે કે 2.04 ટકા ઘટીને 10797.90 પોઇન્ટ પર બંધ થયો હતો. બજારમાં આવેલા આ ભૂકંપમાં રોકાણકારોના અંદાજે 1.39 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. એનએસઇ પર સેક્ટોરલ ઇન્ડેક્સમાં માત્ર નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. 

44 શેરમાં દેખાયું લાલ
નિફ્ટીના 50 પૈકી 44 શેરમાં વેચવાલીનો માહોલ રહ્યો છે. સેન્સેક્સના 30 પૈકી 27 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો જેને પગલે આ શેરમાં લાલ નિશાનની સ્થિતિ રહી હતી. બેંક નિફ્ટીના તમામ 12 શેરમાં લાલ નિશાન સાથે વેપાર થયો હતો. માત્ર નિફ્ટી આઇટી ઇન્ડેક્સને બાદ કરતાં તમામ ઇન્ડેક્સમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો. મેટલ, બેંકિંગ, પાવર સેક્ટરને સૌથી વધુ ઘટાડાની અસર જોવા મળી હતી. સેન્સેક્સમાં 807 પોઇન્ટનો ઘટાડો થયો હતો. 

ઓલ ટાઇમ હાઇ રહ્યા આઇટી શેર
બજારમાં ભૂકંપની સ્થિતિ વચ્ચે પણ ઇન્ફોસીસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) શેરમાં શાનદાર એક્શન જોવા મળી હતી. આ બંને શેર ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યા હતા. ઇન્ફોસીસના શેરમાં 822.40 અને ટીસીએસમાં 2296.20 હાઇ લેવલ જોવા મળ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં આ શેરનું પ્રદર્શન સૌથી સારૂ રહ્યું હતું. 

રોકાણકારોના 1.30 લાખ કરોડ ડૂબ્યા
મંગળવારે શેર બજારમાં કડાકો બોલાતાં રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. રોકાણકારોના અંદાજે 1.39 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે. 30 ઓગસ્ટે બીએસઇ પર લિસ્ટેડ કુલ કંપનીઓની માર્કેટ કેપ 1,40,98,451.66 કરોડ રૂપિયા હતી જે આજે 1,30,121.99 કરોડ ઘટીને 1,39,68,329.67 કરોડ રૂપિયા રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news