Indian Railways: ટિકિટ વગર પણ તમે ટ્રેનમાં કરી શકો છો મુસાફરી, જાણો કેવી રીતે 

જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો આ ખબર તમારા ખુબ કામની હોઈ શકે છે. 

Indian Railways: ટિકિટ વગર પણ તમે ટ્રેનમાં કરી શકો છો મુસાફરી, જાણો કેવી રીતે 

 

નવી દિલ્હી: જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો આ ખબર તમારા ખુબ કામની હોઈ શકે છે. જો તમારે કયારેય ઈમરજન્સીમાં ટ્રેનમાં મુસાફરી કરવાની આવે અને તમારી પાસે રિઝર્વેશન પણ ન હોય તો ગભરાવવાની જરૂર નથી. તમે રિઝર્વેશન વગર પણ ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. જાણો કેવી રીતે. 

પ્લેટફોર્મ ટિકિટ પર મુસાફરી
ભારતીય રેલવેના એક ખાસ નિયમ મુજબ જો તમારી પાસે રિઝર્વેશન ન હોય અને તમારે ટ્રેનથી ક્યાંય જવું હોય તો તમે ફક્ત પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચડી શકાય છે. તમે ખુબ સરળતાથી ટિકિટ ચેકર પાસે જઈને ટિકિટ લઈ શકો છો. આ નિયમ રેલવેએ જ બનાવ્યો છે. આ માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લઈને તરત TTI નો સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ TTE તમારા ગંતવ્ય સ્થળ સુધીની ટિકિટ આપશે. 

TTE પાસે બનાવડાવી શકો છો ટિકિટ
Indian Railways ના એક ખાસ નિયમ મુજબ જો તમારી પાસે રિઝર્વેશન ટિકિટ ન હોય અને તમારે ટ્રેનથી જ મુસાફરી કરવાની હોય તો તમે પ્લેટફોર્મ ટિકિટના માધ્યમથી મુસાફરી કરી શકો છો. એટલે કે તમારે બસ પ્લેટફોર્મ ટિકિટ ખરીદવાની રહેશે અને તમારું કામ થઈ જશે. એકવાર ટ્રેનમાં ચડી ગયા બાદ તમારે ટિકિટ ચેકર પાસે જઈને ટિકિટ લઈ લેવાની છે. પ્લેટફોર્મ ટિકિટ એ વાતનો પુરાવો હશે કે તમે કયા સ્ટેશનથી તમારી મુસાફરી શરૂ કરી છે. તે મુજબ TTE તમારે જે સ્થળે જવાનું હશે તેની ટિકિટ આપી દેશે. 

250 રૂપિયા લાગશે ચાર્જ
Platform Tickets થી મુસાપરી કરવા બદલ તમારે 250 રૂપિયા ચાર્જ આપવો પડશે. TTE તમારી પ્લેટફોર્મ ટિકિટ પ્રમાણે તમને ટિકિટ બનાવી આપે છે. જો તમે તેમની પાસે જઈને ટિકિટ નહીં લો તો તમે ટિકિટ વગરના જણાશો અને ટિકિટ ચેકર તમારી પાસેથી જે પ્લેટફોર્મથી મુસાફરી શરૂ થઈ છે ત્યાંથી લઈને જ્યાં સુધી ટ્રેન જશે ત્યાં સુધીનો ચાર્જ કરી શકે છે. આવામાં તમારે પ્લેટફોર્મ ટિકિટથી મુસાફરી કરતી વખતે સાવધાની વર્તવાની જરૂરીયાત છે. આ પરંપરાગત ટિકિટના વિકલ્પના સ્વરૂપમાં હંમેશા ઉપયોગ કરવો જોઈએ નહીં. 

સીટ ક્યાં સુધીની હોય છે તમારી
જો તમારી ટ્રેન કોઈ કારણસર છૂટી ગઈ હશે તો TTE આગામી બે સ્ટેશન સુધી તમારી સીટ કોઈને આપી શકશે નહીં. એટલે કે આગામી બે સ્ટેશનો પર તમે ટ્રેન કરતા પહેલા પહોંચીને તમારી સફર પૂરી કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે બે સ્ટેશન  બાદ TTE RAC ટિકિટવાલા મુસાફરને સીટ આપી શકે છે. પરંતુ તમારી પાસે બે સ્ટેશનનો વિકલ્પ રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news