રેલવે શરૂ કરવાની છે નવી ટ્રેન સેવાઓ, આ રાજ્યોની રાજધાનીને જોડવાનું થશે કામ

ભારતીય રેલવે (Indian Railways) દેશના તમામ યાત્રીઓને પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવવાની યોજનાઓ પર સતત કામી રહી છે. આ દરમિયાન ભારતીય રેલવેએ નિર્ણય કર્યો કે જલદી જ કેટલાક રાજ્યોની રાજધાનીઓને જોડવાને લઇને નવી સેવાઓ શરૂ કરવામાં આવશે.

રેલવે શરૂ કરવાની છે નવી ટ્રેન સેવાઓ, આ રાજ્યોની રાજધાનીને જોડવાનું થશે કામ

નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railways) દેશના તમામ યાત્રીઓને પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવવાની યોજનાઓ પર સતત કામી રહી છે. આ દરમિયાન ભારતીય રેલવેએ નિર્ણય કર્યો કે જલદી જ કેટલાક રાજ્યોની રાજધાનીઓને જોડવાને લઇને નવી સેવાઓ શરૂ કરવામાં આવશે. તેનાથી સ્થાનિક નિવાસીઓને દેશના અન્ય રાજ્યોમાં સરળતાથી યાત્રા કરવાનો ફાયદો મળશે. 

આ ચાર રાજ્યોને જોડવાનું થશે કામ
પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે (Railway Board) હવે ઉત્તર-પૂર્વ (North-East) રાજ્યોની તમામ રાજધાનીઓને રેલ નેટવર્ક (Rail Network) સાથે જોડવાની દિશામાં કામ કરી રહ્યું છે. ભારતીય રેલવેના અનુસાર આગામી ત્રણ વર્ષમાં ઉત્તર-પૂર્વી રાજ્યોના તમામ સાત રાજ્યોની રાજધાનીઓને એકબીજા સાથે જોડવામાં આવશે. તેનાથી સ્થાનિક રહેવાસીઓને મુસાફરી કરવામાં સરળતા રહેશે. 

— Ministry of Railways (@RailMinIndia) July 17, 2020

રેલવે બોર્ડના ચેરમેન (Railwy board Chairmen) વિનોદ કુમાર યાદવનું કહેવું છે કે નોર્થ-ઇસ્ટમાં મેઘાલય, મણિપુર, નાગાલેંડ, મિઝોરમ અને સિક્કિમની રાજધાનીઓને રેલવે ટ્રેક સાથે જોડવાની તૈયારીઓ થઇ રહી છે. ભારતીય રેલવે આગામી ત્રણ એટલે કે 2023 સુધી તમામ નોર્થ-ઇસ્ટના રાજ્યોને રેલવે મેપમાં જોડી લેશે.

યોજના હેઠળ 2022 સુધી મિઝોરમ, મેઘાલય અને મણિપુરને જોડવામાં આવશે. જ્યારે સિક્કિમ અને નાગાલેંડને 2023 સુધી રેલવે સાથે જોડવાની યોજના છે. તમને જણાવી દઇએ કે ત્રિપુરા, અસમ અને અરૂણાચલ પ્રદેશની રાજધાનીઓને પહેલાં જ રેલવે સાથે જોડવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news