કેટલા રૂપિયામાં તૈયાર થઈને પાટા પર ઉતરે છે Vande Bharat Express? એક ટ્રેનનો ખર્ચ જાણીને તમે પણ કહેશો OMG!
Vande Bharat Express: શું તમે પણ ક્યારેય વિચાર્યું છે કે દેશની પ્રથમ એન્જિનલેસ ટ્રેન વંદે ભારત ટ્રેનને બનાવવામાં કેટલો ખર્ચ આવે છે. તો જાણો વંદે ભારત ટ્રેન વિશે તમામ માહિતી..
Trending Photos
નવી દિલ્હીઃ Vande Bharat Express: દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન પથ્થરમારાનો વધુ એક મામલો સામે આવ્યો છે. આ વખતે વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ વંદે ભારત પર તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટના બાદ ટ્રેનના C8 કોચનો કાચ તૂટી ગયો હતો. નોંધનીય છે કે વંદે ભારત એક્સપ્રેસને પથ્થરમારી ક્ષતિગ્રસ્ત કરવાનો આ ત્રણ મહિનામાં ત્રીજો મામલો છે. પરંતુ શું આ બધી ઘટનાઓ વચ્ચે તમે ક્યારેય વિચાર્યું છે કે એક વંદે ભારત ટ્રેનને બનાવવામાં રેલવેએ કેટલો ખર્ચ કરવો પડે છે. આવો જાણીએ દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ એન્જિનલેસ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express Train)ને બનાવવામાં કેટલો ખર્ચ આવે છે.
કેટલામાં બને છે એક વંદે ભારત ટ્રેન
ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈ (ICF-Chennai) જનરલ મેનેજર એકે અગ્રવાલે જણાવ્યું કે એક વંદે ભારત ટ્રેન બનાવવામાં આશરે 110થી 120 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. તેમણે જણાવ્યું કે 16 કોચવાળી આ એન્જિનલેસ સેમી હાઈ સ્પીડ ટ્રેન બનાવવામાં 120 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે.
200 સ્લીપર વંદે ભારતનું ટેન્ડ્ર જારી
ભારતીય રેલવેએ દેશમાં 200 નવી સ્લીપર વંદે ભારત ટ્રેન (Sleeper Vande Bharat)ને બનાવવાનું ટેન્ડર જારી કર્યું છે. તે માટે TMH-RVNL અને BHEL-Titagarh Wagons એ બોલીઓ જીતી છે. આ બોલીઓ આશરે 55,000 કરોડ રૂપિયાની છે. રેલવે આ સિવાય 200 અન્ય વંદે ભારત ટ્રેનનું ટેન્ડર જારી કરવાની તૈયારીમાં છે. કુલ મળીને અત્યાર સુધી 478 વંદે ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી ચુકી છે.
કેમ ખાસ છે વંદે ભારત
- ટ્રેનમાં ઓટોમેટિક સ્લાઇટ ડોર લાગે છે અને દરેક ગેટની બહાર ઓટોમેટિક ફુલ રેસ્ટ પણ છે, જે સ્ટેશન આવવા પર બહાર નિકળે છે.
- વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) ની સીટો પેસેન્જર્સની સુવિધા માટે રીક્લાઇનિંગ છે. તો દરેક સીટની નીચે ચાર્જિંગ પોઈન્ટ્સ પણ આપવામાં આવ્યા છે.
- ટ્રેનમાં પેસેન્જર્સના એન્ટરટેઈનમેન્ટનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેની અંદર 32 ઇંચની ટીવી સ્ક્રીન પણ લાગેલી છે.
- વંદે ભારત ટ્રેનમાં પેસેન્જર્સની સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં ફાયર સેન્સર, GPS અને કેમેરાની પણ સુવિધા મળે છે.
- કોઈપણ અનિચ્છનીય ખતરો સામે રક્ષણ આપવા માટે, વંદે ભારત ટ્રેનમાં રેલ્વે સુરક્ષા કવચ નામની સુરક્ષા સુવિધા પણ સ્થાપિત કરવામાં આવી છે, જે તેને બીજી ટ્રેન સાથે અથડાવાથી બચાવે છે.
- વંદે ભારત ટ્રેન એક્સપ્રેસ (Vande Bharat Express)ની ઓપરેશનલ સ્પીડ 160 કિમી પ્રતિ કલાક છે. તેમાં ઈન્ટેલિજેન્ટ બ્રેકિંગ સિસ્ટમ લાગેલી છે, જે ઓછા સમયમાં ટ્રેનને રોકવામાં મદદ કરે છે.
- દિવ્યાંગ પેસેન્જરનું ધ્યાન રાખતા સીટ હેન્ડલ્સ પર બ્લેલ લિપિમાં પણ સીટ નંબર લખવામાં આવ્યો છે. તો દિવ્યાંગ ફ્રેન્ડલી બાયો ટોયલેટ પણ લાગેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે