5 રાજ્યોમાં ચૂંટણી પહેલા સરકાર માટે સારા સમાચાર, WEFમાં વાગ્યો ભારતનો ડંકો

વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું કહેવું છે કે 2017ની સરખામણીએ ભારતનું સ્થાય અથવા રેન્કિંગ 5 અંકોનો સુધારો થયો છે.

5 રાજ્યોમાં ચૂંટણી પહેલા સરકાર માટે સારા સમાચાર, WEFમાં વાગ્યો ભારતનો ડંકો

નવી દિલ્હી: વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પ્રતિસ્પર્ધી અર્થવ્યવસ્થાઓની તેમની 2018ની યાદીમાં ભારતને 58મું સ્થાન આપ્યું છે. યાદીમાં પહેલા સ્થાન એટલે સૌથી પ્રતિસ્પર્ધી અર્થવ્યવસ્થાની જગ્યાએ અમેરિકાને મળી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું કહેવું છે કે 2017ની સરખામણીએ ભારતનું સ્થાય અથવા રેન્કિંગ 5 અંકોનો સુધારો થયો છે. આ યાદી એવા સમય પર આવી છે જ્યારે પાંચ રાજ્યોમાં ચૂંટણીને લઇ દેશમાં રાજકિય માહોલ ગરમાયો છે. એવામાં આ સમાચાર મોદી સરકાર માચે સારા સમાચાર કહી શકાય છે. જી-20 દેશોની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ ભારતની સ્થિતિમાં સૌથી વધારે સુધારો થયો છે. મંચની તરફથી જાહેર 140 અર્થવ્યવસ્થાઓની યાદીમાં અમેરીકા બાદ બીજા સ્થાન પર સિંગાપુર અને ત્રીજા સ્થાન પર જર્મની છે.

G-20 અર્થવ્યવસ્થાઓમાં ભારત સૌથી આગળ
વૈશ્વિક સ્પર્ધાત્મક રિપોર્ટમાં ભારત 62 નંબરની સાથે 58માં સ્થાન પર છે. વિશ્વ આર્થિક મંચનું કહેવું છે કે G-20 અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધારે લાભ ભારતને મળ્યો છે. ત્યારે યાદીમાં પડોસી દેશ ચીન 28માં સ્થાન પર છે. રિપોર્ટના અનુસાર, ઉપર અને નિમ્ન મધ્ય આવક વર્ગમાં સારુ પ્રદર્શન કરનાર ચીન અને ભારત જેવા દેશ ઉચ્ચ આવકવાળા અર્થવ્યવસ્થાઓની નજીક પહોંચી રહ્યા છે અને તેમનામાંથી કેટલાકને તો પાછળ પણ છોડી દીધા છે.

બ્રિક્સ અર્થવ્યવસ્થાઓમાં ચીન સૌથી ઉપર
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અનુસંધાન અને વિકાસ જેવા ક્ષેત્રોમાં રોકાણના મામલે ચીન સરેરાશ ઉચ્ચ આવકવાળી અર્થવ્યવસ્થાઓમાં ઘણી આગળ છે. જ્યારે ભારત પણ તેમાં પાછળ નથી. ભારત વ્યાપારના ઓછી બનાવટ અને નાદારી માચે માત્ર પોતાની ઓછી ક્ષમતાવાળી નોકરશાહીના કારણે પાછળ છે. બ્રિક્સ અર્થવ્યવસ્થાઓમાં ચીન 72.6 આંકડાઓ સાથે સૌથી ઉપર 28માં સ્થાન પર છે. ત્યારબાદ રૂસ 65.5 આંકડાઓ સાથે 43માં, 62.0 આંકડાઓ સાથે ભારત 58માં, દક્ષિણ આફ્રિકા 60.8 આંકડા સાથે 67માં અને બ્રાઝીલ 59.5 આંકડા સાથે 72માં સ્થાન પર છે.

શ્રીલંકાની પાસે સૌથી આધુનિક માળખાકીય સુવિધાઓ
જોકે, ભારત હાલમાં દક્ષિણ એશિયામાં મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થા બનાવી રહ્યું છે. રિપોર્ટના અનુસાર, ભારત સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૌશલ્ય ઉપરાંત અન્ય સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં આગળ છે. આ ક્ષેત્રોમાં શ્રીલંકા ભારતની સરખામણીએ આગળ છે. ટાપુના દેશમાં સ્વસ્થ જીવનની અપેક્ષા 67.8 વર્ષ છે અને ત્યાના કારીગરોમાં શિક્ષણ પણ સારૂ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ બન્ને દેશો (ભારત અને શ્રીલંકા) એવા દેશો છે જે પોતાના અસરકારક માળખાકીય સિસ્ટમ પર આધાર રાખી શકો છે. ભારતે પરિવહન સંબંધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને સેવાઓમાં વધારે રોકાણ કર્યું છે જ્યારે શ્રીલંકાની પાસે સૌથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ હાજર છે.

वर्ल्ड इकोनॉमिक फोरम, world economic forum, wef, g20, brics, china

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટ અનુસાર, ભારતે સૌથી મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક ફાયદામાં તેમાના બજારનો આકાર, નવીનતા વગેરે સમાવેશ થાય છે. જોકે દેશને પોતાના શ્રમ બજાર (વિશેષ રૂપથી કારીગરોને અધિકારો), ઉત્પાદન બજાર (વેપાર ફી) અને કૌશલ્યમાં (ખાસ કરીને વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર) સુધારો કરવાની જરૂરીયાત છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમની આ યાદીના મખ્યુ 10માં શામેલ દેશ આ ક્રમ પ્રમાણ - અમેરિકા, સિંગાપુર, જર્મની, સ્વિટઝરલેન્ડ, જાપાન, નેધરલેન્ડ, હોંગકોંગ, બ્રિટેન, સ્વીડન અને ડેનમાર્ક છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વૈશ્વિક સ્પર્ધાત્મક સુચકઆંક 4.0 કોઇ પણ દેશની અર્થવ્યવસ્થાના ઉત્પાદકતા અને અન્ય વસ્તુઓ નક્કી કરવા માટે 12 માપદંડોને ધ્યાનમાં રાખે છે. જેમાં સંસ્થાઓ, આધારભૂત સંરચના, ટેકનિક, મૈક્રોઇકોનોમિક સ્થિતિ, સ્વાસ્થ, શિક્ષણ અને કૌશલ્ય, ઉત્પાદન બજાર, શ્રણ બજાર, નાણાકીય વ્યવસ્થા, બજારનો આકાર, બિઝનેસ ડાયનેમિક્સ અને નવીનતા શામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news