દેશના વિદેશી મુદ્વાભંડારમાં જોરદાર વધારો, લાંબા સમય બાદ 400 અરબ ડોલરને પાર
Trending Photos
મુંબઇ: દેશના વિદેશી મુદ્વા ભંડાર એકવાર ફરી વધીને 400 અરબ ડોલરને પાર પહોંચી ગયો છે. ગત એક માર્ચના અંતમાં આ 25.99 અરબ ડોલર વધીને 400 અરબ ડોલરના સ્તરને વટાવીને 401.77 અરબ ડોલર પર પહોંચી ગયો. રિઝર્વ બેંકના આંકડામાં આ જાણાકારી આપવામાં આવી છે. આ પહેલાં ગત અઠવાડિયે વિદેશી મુદ્વા ભંડાર 94.47 કરોડ વધીને 399.21 અરબ ડોલર હતો.
રિઝર્વ બેંકે કહ્યું કે સમીક્ષાધીન સપ્તાહમાં, વિદેશી મુદ્વા ભંડારનો મહત્વપૂર્ણ ભાગ એટલે કે વિદેશી મુદ્વા પરિસંપત્તિઓ 2.06 અરબ ડોલર વધીને 374.060 અરબ ડોલર પર પહોંચી ગયો. વિદેશી મુદ્વા ભંડારને ડોલર ગણાવવામાં આવે છે પરંતુ તેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-અમેરિકન મુદ્વાઓમાં આવેલા ચઢાવ-ઉતારને પણ સામેલ કરવામાં આવ્યો છે.
દેશના વિદેશી મુદ્વા ભંડાર તેનાથી પહેલાં 13 એપ્રિલ, 2018ના રોજ સમાપ્તમાં 426.028 અરબ ડોલરના રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદ તેમાં મોટો ઘટાડો આવ્યો છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે ગત સપ્તાહ અપરિવર્તિત રહ્યા બાદ સમીક્ષાધીન સપ્તાહમાં દેશના અનામત સ્વર્ણ ભંડાર 48.87 કરોડ ડોલર વધીને 23.25 અરબ ડોલર થઇ ગયો છે.
સપ્તાહ દરમિયાન આંતરરાષ્ટ્રીય મુદ્વા કોષ (આઇએમએફ)ની પાસે સુરક્ષિત વિશેષ અધિકાર પણ 30 લાખ ડોલરથી વધીને 1.463 અરબ ડોલર થઇ ગયો. કેંદ્વીય બેંકે કહ્યું કે આઇએમએફમાં દેશના અનામત ભંડાર પણ 62 લાખ ડોલર વધીને 2.999 અરબ ડોલર થઇ ગયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે