જરૂરિયાત અનુસાર લો ગેસ સિલિંડર, Indane Gas એ લોન્ચ કર્યા 5, 19, 47.5 અને 425 કિલોવાળા સિલેંડર

જરૂરિયાત અનુસાર લો ગેસ સિલિંડર, Indane Gas એ લોન્ચ કર્યા 5, 19, 47.5 અને 425 કિલોવાળા સિલેંડર

લિકવિડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી આજે આપણા જીવનનું અભિન્ન અંગ બની ચૂક્યો છે. ઉજ્જવલા યોજના હેઠળ રસોઇ ગેસ સિલેંડર પહોંચાડવાની પહેલ કરવામાં આવી રહી છે. મહાનગરોમાં તો હવે ગેસ સિલેંડરોમાંથી પણ મુક્તિ મળતી જાય છે. અહીં પીએનજી (પાઇપ નેચરલ ગેસ)ની સપ્લાઇ કરવામાં આવી રહી છે. ત્યારબાદ પણ ઘણી જગ્યાએ ગેસ સિલેંડરોની જરૂરિયાત હંમેશા રહેશે. ઘરેલૂની સાથે કોમર્શિયલ ઉપયોગ માટે પણ ગેસની જરૂર પડે છે.

ગેસની સપ્લાઇ વધાર્યા બાદ પણ મોટાભાગે એવી સ્થિતિ સર્જાઇ છે કે સમય પર ગેસ ખતમ થઇ જાય છે અને તે સમયે એક સિલેંડર માટે ભાગદોડ મચે છે. ઇન્ડિયન ઓઇલની ગેસ કંપની ઇંડેન ગેસે આ જરૂરિયાતને ધ્યાનમાં રાખતાં 5 કિલોગ્રામથી માંડીને 425 કિલોગ્રામ સુધીના નોન ડોમેસ્ટિક એલપીજી સિલેંડર બજારમાં ઉતાર્યા છે.

ઇંડેન ગેસ 5 કિગ્રાના એફટીએલ, 19 કિગ્રા, 47.5 કિગ્રા અને ઇંડેન જંબોના નામે 425 કિગ્રા ક્ષમતામાં નોન ડોમેસ્ટિક સિલેંડર પુરા પાડી રહ્યું છે. ગ્રાહકો ફ્લો દરની પોતાની જરૂરિયાત અનુસાર પોતાની પસંદગી કરી શકે છે.

19 કિલો તથા 47.5 કિલો સિલેંડર એસસી (સ્વયં સમાપન) અને એલઓટી (લિક્વિડ ઓફ ટેક) ટાઇપ વાલ્વમાં પણ ઉપલબ્ધ છે. 5 કિગ્રાવાળા એફટીએલ સિલેંડર (ફ્રી ટ્રેડ એલપીજી) ગ્રાહક માટે સૌથી યોગ્ય છે. વધુ ઉપયોગ થતા ઔદ્યોગિક ગ્રાહકો માટે ઇંડેન ગેસે 425 કિગ્રા એલપીજી સાથે આઇઓસી 'ઇંડેન જંબો' સિલેંડર લોંચ કર્યા છે. 

5 કિલોનો એફટીએલ
ઇન્ડિયન ઓઇલ ફક્ત ઓળખપત્રના ઉત્પાદન પર 5 કિલો સિલેંડરમાં ફ્રી ટેડ એલપીજી (એફટીએલ)નું માર્કેટિંગ કરી રહી છે. તેના માટે દસ્તાવેજોની કોઇ જરૂર નથી. એફટીએલ કનેક્શન લેવા માટે કોઇપણ સરનામાની જરૂર નથી. 

આઇટી, રિયલ એસ્ટેટ, બીપીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ જેમકે વિભિન્ન ક્ષેત્રોમાં તેજી સાથે, ગ્રાહકોની મોટી શ્રેણી સામે આવી છે, જે યુવાન છે, ઘરથી દૂર રહે છે. જોકે નોકરીને જોતાં તેમનો માસિક ઉપયોગ ખૂબ ઓછો છે. આ શ્રેણીના ગ્રાહકોને ધ્યાનમાં રાખી એફટીએલ લોન્ચ કરવામાં આવ્યો છે. આ સિલેંડર માટે કોઇપણ પ્રકારના દસ્તાવેજની જરૂર નથી. ફક્ત ઓળખપત્ર પર, એફટીએલ સિલેંડર ઇશ્યૂ કરવામાં આવી શકે છે. આ પ્રકારે નાની ચાની દુકાન, રોડ સાઇડ ભોજનાલયના માલિકને 5 કિલોનો એફટીએલ સિલેંડર લેવાનું ગમશે. 

ઇન્ડિયન ઓઇલ એફટીએલ સિલેંડરનું વિતરણ પોતાના વિતરકો, છુટક દૂકાનો તથા વેચાણના વિભિન્ન પોઇન્ટ જેમ કે કિરાણા સ્ટોરના માધ્યમથી કરી રહ્યા છે. ગ્રાહકોને વેચાણની આસપાસના પોઇન્ટ માટે 25 રૂપિયા વધારાના ચૂકવવા પડશે આવા સિલેંડરની હોમ ડિલીવરીનો વિકલ્પ પણ છે. ગ્રાહકોને પોઇન્ટની સાથે 500 રૂપિયામાં સિલેંડરને ફરીથી ખરીદવાની તક પણ આપવામાં આવી છે.

425 કિલોનો ઇંડેન જમ્બો
વધુ જરૂરિયાતવાળા ઔદ્યોગિક ગ્રાહકોની એલપીજી જરૂરિયાતને પુરી કરવા માટે ઇન્ડિયન ઓઇલે 425 કિલોગ્રામવાળી એલપીજી સાથે 'ઇંડેન જમ્બો'નું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ઇંડેન જંબોને ઓછી જગ્યાની જરૂરિયાત હોય છે. જમ્બો સિલેંડર માટે કોઇ સિલેંડૅર ઇંસ્ટોલેશનમાં કનેક્ટ થવા માટે લાઇસન્સની જરૂર નથી. જમ્બો 425 કિગ્રા એલપીજી ઇંસ્ટોલેશનમાં ફ્યૂચર હોજ જોઇન્ટ છે જે વધુ સુરક્ષા પુરી પાડે છે. ગેસ સિલેંડરોની વધુ જાણકારી માટે ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ mylang.indane.co.in પર ક્લિક કરી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news