ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વહેંચી રહ્યું છે રિફંડ, તમારા પૈસા આવ્યા, આ રીતે ચેક કરો તમારું એકાઉન્ટ
જે લોકોએ સમય સર પોતાનું રિટર્ન (Income Tax Return) જમા કરાવ્યું હતું, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હવે તેમને રિફંડ (Tax Refund) પરત આપી રહી છે. અને આ કામ એકદમ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. નવેમ્બર સુધી 2.10 કરોડ લોકોને 1,46,272.8 કરોડ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા છે. જ્યા
Trending Photos
ભૂપેન્દ્ર સોની, નવી દિલ્હી: જે લોકોએ સમય સર પોતાનું રિટર્ન (Income Tax Return) જમા કરાવ્યું હતું, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હવે તેમને રિફંડ (Tax Refund) પરત આપી રહી છે. અને આ કામ એકદમ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. નવેમ્બર સુધી 2.10 કરોડ લોકોને 1,46,272.8 કરોડ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા છે. જ્યારે ગત વર્ષે આ દરમિયાન 1.75 કરોડ લોકોને 1,19,164.7 કરોડ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા હતા.
રિફંડ રિટર્ન પ્રોસેસિંગનું કામ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)ના સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ (CPC) કરે છે. આ વર્ષે 4.70 કરોડ રિટર્ન (ITR) પ્રોસેસર કરવામાં આવ્યા જે ગત વખતના મુકાબલામાં 20 ટકા વધુ છે. રિફંડ આપવાનું કામ આ વર્ષે એટલી ઝડપથી કરવામાં આવ્યું છે કે 68 ટકા રિફંડ 30 દિવસમાં આપવામાં આવ્યા છે.
રિફંડના પૈસા ટેક્સપેયરના બેન્ક ખાતામાં ટ્રાંસફર કરવામાં આવી રહ્યા છે. હાલમાં 20.76 લાખ રિફંડ પેન્ડીંગ છે. આ રિફંડને આપવા માટે ઇનકમ ટેક્સ વિભાગ ટેક્સપેયરને મેલ અને મેસેજ કરી રહ્યા છે જ્થી તે ઇનકમ ટેક્સ રિટર્નને ફરી એકવાર વેરીફાઇ કરી લે.
બેન્ક એકાઉન્ટ અને સરનામામાં ભૂલ
ઇનકમ ટેક્સ વિભાગ (Income Tax Department)ના અનુસાર ગત વર્ષે 22.30 લાખ રિફંડ ફક્ત એટલા માટે આપવામાં આવ્યા નથી કારણ કે ટેક્સપેયરનું સરનામું ખોટું હતું અથવા એકાઉન્ટ નંબર ખોટો હતો અથવા તેમનું એકાઉન્ટ બંધ થઇ ગયું હતું. જોકે પછી વિભાગમાં વારંવાર સંપર્ક કરે તેમને રિફંડ આપ્યું. જો તમારું રિફંડ હજુ સુધી આવ્યું નથી તો એકવાર તમારો ખાતા નંબર અને સરનામું ચેક કરી લો, ક્યાંક તેમાં ભૂલ તો નથી.
જો તમે ઇનકમ ટેક્સ રિટર્ન ભર્યું છે અને હજુ સુધી તમને રિફંડની રાહ જોઇ રહ્યા છો તો સમજી લો તમારા ખાતા અથવા સરનામામાં ક્યાંક ને ક્યાંક ગરબડ જરૂર છે. એટલા માટે ઇનકમ ટેક્સ વિભાગના મેસેજની રાહ જોશો નહી અને તાત્કાલિક પોતાના દ્વારા આ સમસ્યાને દૂર કરી લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે