Bank ના કામકાજ ફટાફટ પતાવી લેજો...આ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની બેન્ક

આ વર્ષે નવેમ્બર જેવો મહિનો તો આવ્યો જ નથી. કહેવાનો અર્થ એ છે આ મહિનામાં એટલી  બધી રજાઓ છે કે આવો મહિનો વર્ષમાં બીજો હતો જ નહીં. 30 દિવસનો મહિનો અને 14 દિવસની રજાઓ. ખરેખર કમાલ કહેવાય આપણા દેશમાં. જો આંકડા જોઈએ તો દુનિયામાં રજાઓ મામલે પણ સૌથી વધુ દિલદાર દેશ હશે આપણો ભારત. 
Bank ના કામકાજ ફટાફટ પતાવી લેજો...આ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની બેન્ક

નવી દિલ્હી: આ વર્ષે નવેમ્બર જેવો મહિનો તો આવ્યો જ નથી. કહેવાનો અર્થ એ છે આ મહિનામાં એટલી  બધી રજાઓ છે કે આવો મહિનો વર્ષમાં બીજો હતો જ નહીં. 30 દિવસનો મહિનો અને 14 દિવસની રજાઓ. ખરેખર કમાલ કહેવાય આપણા દેશમાં. જો આંકડા જોઈએ તો દુનિયામાં રજાઓ મામલે પણ સૌથી વધુ દિલદાર દેશ હશે આપણો ભારત. 

ફટાફટ પતાવો બેંકના કામ
આ વર્ષે નવેમ્બર મહિનામાં 14 દિવસ રજાઓ છે. જે કર્મચારીઓને રાહત આપશે પણ તમારા માટે તો કદાચ મુશ્કેલી ઊભી કરી શકે છે. જો બેન્કના કામ હોય તો આરામ પછી કરજો અને પહેલા કામ પતાવી લેજો. આ વખતે આપણી સરકારી અને ખાનગી બેન્કોમાં 14 દિવસ સુધી ગ્રાહકો માટે કામકાજ બંધ રહેશે. જેનું કારણ એ છે કે આ મહિનો તહેવારોનો મહિનો છે. 

बैंक में काम है तो जल्दी निपटा लें नवंबर में 14 दिन बैंक नहीं खुलेंगे

તહેવારોની સાથે સાથે વીકએન્ડ
નવેમ્બરમાં 30 દિવસ હોય છે. જેમાંથી 14 દિવસ તહેવારોની રજાઓ અને વીકએન્ડ રજાઓ. રવિવાર અને બીજા-ચોથા શનિવાર સામેલ છે. આવામં સમજદારી એ જ રહેશે કે રજાઓ શરૂ થાય તે પહેલા જ તમારા કામ પતાવી લો. 

ઢગલો રજાઓ
આરબીઆઈની ગાઈડલાઈન મુજબ રજાઓ પર બેન્ક ખુલશે નહીં. 14 નવેમ્બરે શનિવાર છે અને દીવાળી પણ. 16 નવેમ્બરે સોમવારે ભાઈબીજ છે અને મહિનાના અંતમાં 30 નવેમ્બરે ગુરુ નાનક જયંતી છે. આ દિવસ પણ સરકારી રજા છે. દેશભરમાં બેન્કો બંધ રહેશે. 

આ તારીખોએ રજા જાહેર

નવેમ્બર 1- રવિવાર

નવેમ્બર 8 - રવિવાર

નવેમ્બર 13- વાંગાલા ફેસ્ટિવલ (આસામ)

નવેમ્બર 14- દીવાળી, અમાસ, લક્ષ્મી પૂજા/કાળી પૂજા

નવેમ્બર 15- રવિવાર

નવેમ્બર 16 - દિવાળી ગોવર્ધન પૂજા/બેસતું વર્ષ/ભાઈબીજ

નવેમ્બર 17- લક્ષ્મી પૂજા /નિંગોલ ચક્કૌબા

નવેમ્બર 18 - લક્ષ્મી પૂજા/દિવાળી

નવેમ્બર 20 - લક્ષ્મી પૂજા /છઠ પૂજા

નવેમ્બર 21- છઠ પૂજા

નવેમ્બર 22 - રવિવાર

નવેમ્બર 23 - સેંગ કુત સ્નેમ (મેઘાલય)

નવેમ્બર 28 - શનિવાર

નવેમ્બર 30 - ગુરુ નાનક જયંતી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news