Earn Money: જો તમારી પાસે છે આ નંબરની નોટ તો મળશે લાખો રૂપિયા, જાણો કેવી રીતે કરી શકો મોટી કમાણી

આજકાલ લોકોને જૂની અને યુનિક કોઈન્સ (Unique coins)ના કલેક્શનનો ભારે શોખ હોય છે. જૂના કોઈન્સને ભેગા કરવા, સાચવવા એ આજકાલ ટ્રેન્ડમાં છે. પરંતુ શું તમે જાણો છો કે આ શોખ તમને કરોડપતિ બનાવી શકે છે, તે પણ કોઈપણ મહેનત વગર.

Earn Money: જો તમારી પાસે છે આ નંબરની નોટ તો મળશે લાખો રૂપિયા, જાણો કેવી રીતે કરી શકો મોટી કમાણી

નવી દિલ્હી: જો તમે નોકરીની સાથે સરળતાથી ઘરે બેઠા પૈસા કમાવવા માંગો છો અને તે પણ મહેનત કર્યા વિના તો આ સમાચાર તમારા માટે ખાસ છે. આજે અમે તમારા માટે એક એવો રસ્તો શોધીને લાવ્યા છીએ જેમાં તમે મહેનત કર્યા વિના મિનિટોમાં લખપતિ (Earn Money) બની શકો છો. જો તમારી પાસે પણ 786 નંબરવાળી કોઈ 1, 5, 10, 20, 50 અથવા તો 1000 અને 2000 રૂપિયા જેવી નોટ છે તો તમે ઘરે બેઠા રાતોરાત લખપતિ બની શકો છો. તો આવો આપણે જાણીએ કે તમે આ નોટના કલેક્શન મારફતે જબરદસ્ત કમાણી (Business Idea)  કરી શકો છો.

ઘણા લોકો કરે છે જૂની નોટનું કલેક્શન
આજકાલ લોકોને જૂની અને યુનિક કોઈન્સ (Unique coins)ના કલેક્શનનો ભારે શોખ હોય છે. જૂના કોઈન્સને ભેગા કરવા, સાચવવા એ આજકાલ ટ્રેન્ડમાં છે. પરંતુ શું તમે જાણો છો કે આ શોખ તમને કરોડપતિ બનાવી શકે છે, તે પણ કોઈપણ મહેનત વગર. આજે અમે તમને કેટલીક ખાસ નોટ વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમે લાખોની કમાણી કરી શકો છો. જો તમારી પાસે પણ  786 નંબરની નોટ છે તો તમે તેને E-bay (Ebay, Website) પર વેચી શકો છો. આ વેબસાઈટ જૂની નોટો કે સિક્કા વેચવા માટે છે.

e-Shram Card: જો તમે ઈ-શ્રમ કાર્ડ બનાવવા માંગો છો, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહીં તો અરજી રદ થશે

786 નંબરમાં શું છે ખાસ?
ધર્મ અને ડેસ્ટિનીમાં ભરોસા રાખનારા લોકો આ દુનિયામાં ઘણા બધા છે. બીજી તરફ એન્ટિક ચીજોને ભેગી કરવાના શોખીનો પણ આ દુનિયામાં ઘણા છે. ઈસ્લામ ધર્મમાં 786 નંબરનું ખુબ જ મહત્ત્વ છે મુસ્લિમ લોકો તેને ખુબ જ પવિત્ર માને છે. જોકે 786 નંબરને લઈને અલગ અલગ ધર્મ વિશેષજ્ઞોના અલગ અલગ અભિપ્રાય છે. 786 નંબરને માત્ર મુસ્લિમો જ નહીં અન્ય જાતિ ધર્મના લોકો લકી માને છે.

ક્યાં અને કેવી રીતે વેચી શકાશે આ નોટ?
- આ નોટને વેચવા માટે તમારે સૌથી પહેલા www.ebay.com પર ક્લિક કરો.
- હવે હોમ પેજ પર રજિસ્ટર કરો.
- અહીં તમારી જાતને સેલર તરીકે રજિસ્ટર કરો.
- ત્યારબાદ,તમારી પાસે રહેલી નોટનો એક ક્લિયર ફોટો પાડો અને તેને સાઈટ પર અપલોડ કરો.
- પછી, Ebay તમારી એડને તે લોકોને દેખાડશે, જે જૂની નોટ અને સિક્કાઓ ખરીદવાના શોખીન છે અને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
- હવે જે લોકો આ એન્ટિક નોટને ખરીદવામાં રસ ધરાવે છે તેઓ તમારો કોન્ટેક્ટ કરશે.
- અહીં તમે આ લોકો સાથે વાતચીત કરીને તમારી નોટનો ભાવતાલ કરી શકો છો.
- ત્યારબાદ તમે યોગ્ય કિંમત મળ્યા બાદ તમે તમારી નોટને વેચી શકો છો.

કઈ કઈ નોટની છે ભારે ડિમાન્ડ?
એટલા માટે લોકો આ નંબરમાં દરેક વસ્તુનું ધ્યાન રાખે છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે પણ આ ખાસ નંબર 786 ની નોટ છે, તો તમે પણ ઘરે બેઠા સરળતાથી કરોડપતિ બની શકો છો. Ebay ની વેબસાઇટ પર નોંધણી કરીને તમે આ નંબર સાથેની નોટ વેચી શકો છો જેમ કે- 5, 10, 20, 50, 100, 200, 500, 2000 રૂપિયાની નોટો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ નોટને તમે તમારા ઘરમાં બેસીને સરળતાથી વેચી શકો છો. અને એટલું જ નહીં, તમે તેનાથી સારો નફો પણ મેળવી શકો છો.

જાણો કેટલી થાય છે કમાણી?
તમે એન્ટિક નોટ વેચીને સારો નફો કમાઈ શકો છો. Ebay વેબસાઇટ પર આવી પસંદ કરેલી નોટોની હરાજી થાય છે. અહીં તમારી નોંટની બોલી લગાવવામાં આવશે. ત્યારપછી, તમે ભાવતાલ કરી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે આ બિડમાં કોઈપણ ભાગ લઈ શકે છે. આવી સ્થિતિમાં તમે તમારી સ્પેશિયલ સિરીઝ 786ની નોટ પણ અહીં સારી કિંમતે વેચી શકો છો. અત્યાર સુધીની કિંમત પર નજર કરીએ તો આવી નોટ માટે 3 લાખ રૂપિયા સુધીની બોલી લાગી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news