ITR ફાઇલ કરશો નહી તો ભરવો પડી શકે છે મોટો દંડ, સાથે થઇ શકે છે જેલ

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવો દરેક પગારદાર માટે જરૂરી છે જેમની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી વધુ છે. આમ ન કરતાં તેમને મોટો દંડ ભરવો પડી શકે છે અથવા પછી જેલ થઇ શકે છે. હાલ સરકારે પાંચ લાખ સુધીની આવકવાળા અને આઇટીઆર ફાઇલ કરવામાંથી મુક્ત કરી દીધા છે. પ

ITR ફાઇલ કરશો નહી તો ભરવો પડી શકે છે મોટો દંડ, સાથે થઇ શકે છે જેલ

નવી દિલ્હી: ઇનકમ ટેક્સ રિટર્ન ભરવો દરેક પગારદાર માટે જરૂરી છે જેમની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી વધુ છે. આમ ન કરતાં તેમને મોટો દંડ ભરવો પડી શકે છે અથવા પછી જેલ થઇ શકે છે. હાલ સરકારે પાંચ લાખ સુધીની આવકવાળા અને આઇટીઆર ફાઇલ કરવામાંથી મુક્ત કરી દીધા છે. પરંતુ તેનાથી વધુ આવકવાળાઓએ પોતાનું રિટર્ન ભરવું જ પડશે. તેને ફાઇલ ન કરવાથી તેને ફાઇલ ન કરનાર લોકોને ઘણી આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરવો પડી શકે છે. 

સમયસર રિટર્ન ભરવું જરૂરી
જો તમે 30 નવેમ્બર 2020 સુધી નાણાકીય વર્ષ 2019-20ના આઇટીઆર કરી દો છો તો ઠીક છે. સમયસર આઇટીઆર ફાઇલ ન કરવાથી અને ઇનકમ ટેક્સ રિટર્ન 31 ડિસેમ્બર 2020 સુધી ફાઇલ કરો છો તમારે 5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. એટલા માટે 30 નવેમ્બર 2020 સુધી પોતાના રિટર્નને જરૂર ફાઇલ કરી દો, નહી તો મોટો દંડ ભરવો પડી શકી છે. 

જો તમે 31 ડિસેમ્બર સુધી પણ આઇટીઆર ફાઇલ કરતા નથી અને 31 માર્ચ 2020 સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો, તો તમારે 10,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે. તો બીજી તરફ રિટર્નને ફાઇલ કરવામાં નહી આવે તો તમે કરન્ટ અસાઇમેન્ટ ઇયરના નુકસાનને આગામી વર્ષમાં લઇ જઇ શકતા નથી. એવામાં લોકો પર ટેક્સ ગણતરીના મૂલ્યના 50 ટકાથી માંડીને 200 ટકા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ સાથે જ હાઇ વેલ્યૂવાળા કેસોમાં 7 વર્ષની કઠોર સજા થઇ શકે છે. 

કેટલીક રાહત પણ છે?
જો તમારી ટેક્સ પાત્ર આવક વાર્ષિક પાંચ લાખ રૂપિયાથી ઓછી છે, તો સમયસર આઇટીઆર ફાઇલ ન કરતાં મેક્સિમમ દંડ 1,000 રૂપિયા હોઇ શકે છે. જો તમને ઇનક્મ ટેક્સ વિભાગ તરફથી કોઇ નોટિસ મળી છે અને તમે તેના જવાબમાં આઇટીઆર ફાઇલ કરી રહ્યા છો, તો ગત કેટલાક વર્ષોના ઇનકમ ટેક્સ રિટર્ન તમે મોડા ફાઇલ કરી શકો છો. 

મોડા આઇટીઆર ફાઇલ કરવાના અન્ય નુકસાન
જો તમે સમયસર આઇટીઆર ફાઇલ કરતા અંથી તો તમે કેપિટલ ગેંસ અથવા લોસને આગળના નાણાકીય વર્ષ લાભ (કૈરી ફોરવર્ડ) નહી શકશો નહી. જો તમારા પર ઇનકમ ટેક્સ દેણદારી છે અને તેની ચૂકવણી બાકી છે, તો દર મહિને એક ટકા મુજબ દંડ પણ જમા કરવો પડશે. 

શું છે કેપિટલ ગેંસ ટેક્સ?
કેપિટલ ગેંસનો અર્થ છે કે પૂંજી લાભ. જો તમે ઘર, સંપત્તિ, દાગીના, કાર, શેર, બોન્ડ વગેરે પણ વેચો છો તો તેના પર થનાર લાભને કેપિટલ ગેંસ કહે છે. આ પ્રકારે આ સંપત્તિને વેચવાથે થનાર નુકસના પર કેપિટલ લોસ થાય છે. કેપિટલ ગેંસને સરકાર તમારી આવકનો ભાગ ગણે છે અને તેના પર તમારે ઇનકમ ટેક્સ ચૂકવવો પડે છે, તે મુજબ તમારા માટે આઇટીઆર ફાઇલ કરવું જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news