ICICI Bank ની ગ્રાહકોને અમૂલ્ય ભેટ, કાર્ડ નિકાળી શકશો પૈસા
હવે ICICI Bank એ પોતાના ગ્રાહકો માટે ડેબિટ કાર્ડ વિના પૈસા કાઢવાની પૈસા સેવા શરૂ કરી છે. બેન્કે નવા કાર્ડલેસ કેશ વિડ્રાવલ (Cardless Cash Withdrawal) સુવિધાની શરૂઆત કરી છે. આ સેવાનો ઉપયોગ કરનાર ગ્રાહકોને હવે કોઇપણ ICICI Bank એટીએમમાં ડેબિટ કાર્ડ વિના પૈસા કાઢવાની સુવિધા મળશે.
Trending Photos
નવી દિલ્હી: હવે ICICI Bank એ પોતાના ગ્રાહકો માટે ડેબિટ કાર્ડ વિના પૈસા કાઢવાની પૈસા સેવા શરૂ કરી છે. બેન્કે નવા કાર્ડલેસ કેશ વિડ્રાવલ (Cardless Cash Withdrawal) સુવિધાની શરૂઆત કરી છે. આ સેવાનો ઉપયોગ કરનાર ગ્રાહકોને હવે કોઇપણ ICICI Bank એટીએમમાં ડેબિટ કાર્ડ વિના પૈસા કાઢવાની સુવિધા મળશે.
જ્યારે કાર્ડ ન હોય તો કેવી રીતે નિકાળશો પૈસા?
કંપની દ્વારા મળનારી જાણકારી અનુસાર કોઇ પણ ICICI Bank ખાતાધારક હવે મોબાઇલ બેન્કીંગ હેઠળ iMobile app ડાઉનલોડ કરી સેવા શરૂ કરી શકે છે. આ એપનો ઉપયોગ કરનાર ગ્રાહકોને કોઇપણ પણ ICICI એટીએમમાં કાર્ડ અથવા પિનની જરૂર નહી પડે. બસ સીધા એટીએમ જાવ અને કાર્ડલેસ કેશ ઉપાડનો ઓપ્શન સિલેક્ટ કરો. ત્યારબાદ ગ્રાહક પોતાના મોબાઇલ પર બેન્ક એપમાં પિન નાખીને પૈસા કાઢી શકશે. કુલ મળીને કંપનીએ મોબાઇલ નંબર, એપ અને બેન્કીંગ સેવાને મળીને તેની શરૂઆત કરી છે.
બેન્કનું કહેવું છે કે નવી સેવા ICICI Bank ના તમામ ગ્રાહકો માટે છે. ગ્રાહક એક દિવસમાં એટીએમમાંથી 15,000 હજાર સુધી નિકાળી શકશે. સાથે જ આખા દિવસમાં 20,000 રૂપિયા લેણદેણ આ સેવા હેઠળ સંભવ છે. ગ્રાહક પોતાના પૈસા કાઢવા માટે પોતે કોઇ પીન સિલેક્ટ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (SBI) પણ આવી જ કાર્ડલેસ કેશ કાઢવાની સુવિધા પોતાના ગ્રાહકોને આપી રહી છે. તેના માટે ગ્રાહકોને Yono એપ ડાઉનલોડ કરવી પડે છે. તેની મદદ વડે ડેબિટ કાર્ડ વિના કોઇપણ એસબીઆઇ એટીએમમાંથી પૈસા કાઢવાનું શક્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે