ફક્ત 21 હજાર રૂપિયામાં બુક કરાવી શકો છો નવી કાર, કીંમત પણ જાણી લો

ફેસ્ટિવલ સીઝનમાં દેશની ટોચની કાર નિર્માતા કંપની  Hyundai એ પોતાની એક નવી નેકસ્ટ જનરેશન i20 ને લોન્ચ કરી છે. આ ગાડીનું બુકિંગ પણ શરૂ થઇ ગઇ છે અને માત્ર 21 હજાર રૂપિયા ભરીને તેને બુક કરાવી શકો છો.

ફક્ત 21 હજાર રૂપિયામાં બુક કરાવી શકો છો નવી કાર, કીંમત પણ જાણી લો

નવી દિલ્હી: ફેસ્ટિવલ સીઝનમાં દેશની ટોચની કાર નિર્માતા કંપની  Hyundai એ પોતાની એક નવી નેકસ્ટ જનરેશન i20 ને લોન્ચ કરી છે. આ ગાડીનું બુકિંગ પણ શરૂ થઇ ગઇ છે અને માત્ર 21 હજાર રૂપિયા ભરીને તેને બુક કરાવી શકો છો. આ નેકસ્ટ જનરેશન Hyundai i20 ની એક્સ શો રૂમ કીંમત 6,79,900 રૂપિયથી શરૂ છે. 

આ છે કારના સ્પેસિફિકેશન્સ
આ કાર પેટ્રોલ, ડીઝલ અને ટર્બો પેટ્રોલ BS-VI એન્જીન અને ટ્રાંસમિશન વર્જનમાં મળશે, જેમાં ફર્સ્ટ-ઇન-સેંગમેંટ ઇંટેલિજેન્ટ મેન્યુઅલ ટ્રાંસમિશન (IMT), વેરિએબલ ટ્રાંસમિશન (IVT), 7-સ્પીડ ડ્યૂલ ક્લચ ટ્રાંસમિશન (DCT) અને મેન્યુઅલ વેરિએન્ટ સામેલ છે. All new i20 પેટ્રોલ અને ડીઝલ અને Turbo પેટ્રોલમાં BSVI એન્જીન સાથે આવી રહે છે. તેમાં તમ્ને ઇંટેલિજેંટ મેન્યુઅલ ટ્રાંસમિશન, ઇંટેલિજન્ટ વેરિએબલ ટ્રાંસમિશન, 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાંસમિશન અને મેન્યુઅલ ટ્રાંસમિશનના વિકલ્પ મળશે. 

Hyundai motor ના MD અને સીઇઓ એસએસ કિમના અનુસાર  i20 Hyundai માટે એક સુપર પરફોર્મર બ્રાંડ રહી છે, જે એક દાયકાથી વધુ સમયથી આધુનિક ભારતીય ગ્રાહકોને સર્વિસ આપી રહ્યા છે. પહેલાં બુકિંગમાં કેશબેક પણ મળી રહ્યું છે. clicktobuy.hyundai.co.in પ્લેટફોર્મથી આ કારને બુક કરાવતાં HDFC Bank અને ICICI Bankના ગ્રાહકોને 10 ટકા કેશબેક મળી રહ્યું છે.   

6 કલર્સમાં નિકાળી છે ગાડી
આ કારની સાથે 5 વર્ષની Warranty, 3 વર્ષ સુધી Roadside Assistance, 3 વર્ષ સુધી બ્લૂલિંક સબ્સક્રિપ્શન મળશે. Hyundai i20 4 વેરિએન્ટ Magna, Sportz, Asta और Asta (O) માં આવશે. i20 6 કલર પોલર વ્હાઇત, ટાઇફૂન સિલ્વર, ટાઇટન ગ્રે, ફિયરી રેડ, સ્ટાર નાઇટ અને મેટેલિક કોપરમાં ઉપલબ્ધ થશે. સાથે જ બે Dual tone color પોલર વ્હાઇટ વિથ બ્લેક રૂફ અને ફિયરી રેડ વિથ બ્લેક રૂફ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news