Hyundai લાવી રહી છે દેશનો સૌથી મોટો IPO,આગામી મહિને થઈ શકે છે લોન્ચ, જાણો વિગત
આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. Hyundai Motor India IPO દ્વારા ભારતીય શેરબજારમાંથી $3 બિલિયન (લગભગ રૂ. 25,000 કરોડ) એકત્ર કરવાની યોજના ધરાવે છે. અત્યાર સુધી LIC દેશનો સૌથી મોટો IPO લાવવાનું બિરુદ ધરાવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયન કાર મેન્યુફેક્ચરર હ્યુન્ડાઈની ભારતીય શાખા હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડનો આઈપીઓ (Hyundai Motors India IPO)લાવવા માટે મૂડી બજાર નિયામક સેબી પાસેથી મંજૂરી મળી ગઈ છે. મામલાની જાણકારી રાખનાર લોકોએ બુધવારે જણાવ્યું કે કંપનીએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (Sebi)પાસેથી આઈપીઓ લાવવાની મંજૂરી મળી ગઈ છે. આઈપીઓ દસ્તાવેજ જૂનમાં જમા કરવામાં આવ્યા હતા. તે અનુસાર આઈપીઓ સંપૂર્ણ રીતે પ્રમોટર હ્યુન્ડાઈ મોટર કંપની દ્વારા 14,21,94,700 શેર વેચાણની રજૂઆત (OFS)છે.
2 દાયકા બાદ આવી રહ્યો છે ઓટો સેક્ટરનો આઈપીઓ
કંપની વેચાણની રજૂઆત દ્વારા પોતાની કેટલીક ભાગીદારી વેચી રહી છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ ભારતમાં 1996માં ઓપરેશન શરૂ કર્યું અને વર્તમાનમાં વિવિધ સેગમેન્ટમાં 13 મોડલનું વેચાણ કરે છે. જાપાનની ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર મારૂતિ સુઝુકીના 2003માં લિસ્ટ થયા બાદ બે દાયકામાં પ્રથમવાર કોઈ ઓટોમોબાઈલ મેન્યપએક્ચરર કંપની આઈપીઓ લાવી રહી છે. અમેરિકા અને દક્ષિણ કોરિયા પછી હ્યુન્ડાઈ ભારતમાં સૌથી વધુ આવક પેદા કરે છે.
દેશનો સૌથી મોટો આઈપીઓ
આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. કંપનીનો પ્લાન આઈપીઓ દ્વારા ભારતીય માર્કેટમાંથી 3 અબજ ડોલર (આશરે 25000 કરોડ રૂપિયા) એકઠા કરવાનો છે. અત્યાર સુધી દેશનો સૌથી મોટો આઈપીઓ લાવવાનો ખિતાબ એલઆઈસી પાસે છે. એલઆઈસીએ વર્ષ 2022માં 2.7 અબજ ડોલર ભેગા કરવા માટે આઈપીઓ લોન્ચ કર્યો હતો. હવે આ રેકોર્ડ તૂટવાનો છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આઈપીઓ દ્વારા 18 થી 20 અબજ ડોલરની વચ્ચેનું મૂલ્યાંકન હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. Hyundaiનો IPO આવતા મહિને એટલે કે ઓક્ટોબરમાં આવી શકે છે. કંપની ટૂંક સમયમાં પ્રાઇસ બેન્ડ અને અન્ય માહિતી જાહેર કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે