Indian Railways: તમારી ટ્રેન ટિકિટ પર 'બીજો વ્યક્તિ' કરી શકે છે મુસાફરી! જાણો રેલવેના જરૂરી નિયમ
શું તમે રેલવેની મુસાફરી માટે ટિકિટ લીધી છે? કોઈ કારણસર તમારી ટિકિટ પર બીજી કોઈ વ્યક્તિને મોકલવી હોય તો જઈ શકે ખરાં? જાણો શું કહે છે રેલવેનો નિયમ...
Trending Photos
Indian Railways: શું તમે જાણો છોકે તમારી કન્ફર્મ ટિકિટ પર કોઈ અન્ય વ્યક્તિ પણ મુસાફરી કરી શકે છે. ભારતીય રેલવે યાત્રીઓને પોતાની ટિકિટ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. આવો જાણીએ આ સુવિધા વિશે. રેલવેના યાત્રીઓ ઘણીવાર ટિકિટ બુક થયા બાદ પણ યાત્રા કરી શકતા નથી, એવામાં કાં તો તેમને ટિકિટ કેન્સલ કરવી પડે છે પોતાના બદલે જે બીજા વ્યક્તિને જવાનું હોય છે તેમના માટે નવી ટિકિટ ખરીદવી પડી છે. જોકે ત્યારે કન્ફર્મ ટિકિટ મળવી ખૂબ મુશ્કેલ હોય છે. એટલા માટે રેલવેએ યાત્રીઓને એ સુવિધા આપી છે. જોકે, આ સુવિધા ઘણાં સમયથી છે, પરંતુ લોકોને આના વિશે ખૂબ ઓછી માહિતી છે. અમે તમને જણાવવા માગીએ છીએ કે રેલવેની આ સુવિધાનો તમે કેવી રીતે ફાયદો ઉઠાવી શકો છો.
પોતાની ટિકિટ પરિવારના સદસ્યોને કરી શકો છો ટ્રાન્સફર-
કોઈ યાત્રી પોતાની કન્ફર્મ ટિકિટ પોતાના પરિવારના કોઈ બીજા સદસ્ય જેમ કે- પિતા, માતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પતિ કે પત્નીના નામે ટ્રાન્સફર કરી શકે છે. આના માટે યાત્રીએ ટ્રેનના સમયની 24 કલાક પહેલા અરજી કરવી પડે છે. ત્યાર બાદ ટિકિટ પર યાત્રીનું નામ હટાવીને એ સદસ્યનું નામ ઉમેરવામાં આવે છે જેના નામ પર ટિકિટ ટ્રાન્સફર કરવા માટે અરજી કરવામાં આવી છે.
24 કલાક પહેલાં આપવી પડે છે એપ્લિકેશન-
જો યાત્રી કોઈ સરકારી કર્મચારી છે અને પોતાની ડ્યૂટી માટે જઈ રહ્યો છે તો ટ્રેનના સમયની 24 કલાક પહેલાં અરજી કરી શકે છે, આ ટિકિટ એ વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવામાં આવે છે જેના માટે રિક્વેસ્ટ કરવામાં આવી. જો લગ્નમાં જનાર કોઈ વ્યક્તિ માટે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે તો લગ્ન અને પાર્ટીના આયોજકે 48 કલાક પહેલાં જરૂરી દસ્તાવેજો સાથે આવેદન કરવું પડે છે. આ સુવિધા તમને ઓનલાઈન પણ મળી શકે છે. આ સુવિધા NCC કેડેટ્સને પણ મળે છે.
માત્ર એકવાર કરી શકો ટ્રાન્સફર-
ભારતીય રેલવેનું કહેવું છેકે ટિકિટને ટ્રાન્સફર માત્ર એક જ વાર કરી શકાશે, એટલે કે જો કોઈ યાત્રીએ પોતાની ટિકિટ એકવારમાં બીજા કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી દીધી તો બાદમાં તે બદલી નહીં શકે, એટલે કે હવે બીજા કોઈ માટે આ ટિકિટ ટ્રાન્સફર થઈ શકશે નહીં.
આવો જાણીએ કેવી રીતે તમે તમારી ટિકિટ અન્યના નામે ટ્રાન્સફર કરી શકો છો.
કેવી રીતે કરી શકાય Train Ticket ટ્રાન્સફર?
1. ટિકિટની પ્રિન્ટ કાઢો
2. નજીકના રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર જાઓ.
3. જેના નામ પર ટિકિટ ટ્રાન્સફર કરવાની છે, તેમનું ID પ્રૂફ જેમ કે આધાર અથવા વોટિંગ આઇડી કાર્ડ સાથે રાખવું જરૂરી છે.
4. કાઉન્ટર પર ટિકિટ ટ્રાન્સફર માટે એપ્લાય કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે