શું 5 એપ્રિલે 9 મિનિટ માટે લાઈટો બંધ થતા ગ્રિડ ફેલ થઈ જશે? જાણો શું છે સત્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5મી એપ્રિલના રોજ રાતે 9 વાગે 9 મિનિટ માટે ઘરની લાઈટો બંધ કરીને દીવડા કે મિણબત્તી પ્રગટાવવાનું કે પછી ટોર્ચ ચાલુ કરવાનું કહ્યું છે જેને લઈને સોશિયલ મીડિયા પર એક અફવા ઉડી છે કે 5 એપ્રિલના રોજ અચાનક ડિમાન્ડ ઓછી થઈ જવાથી ગ્રિડનું કામકાજ ઠપ્પ થઈ શકે છે. તમને જણાવીએ કે તેની પાછળ શું સત્ય છે અને માત્ર 9 મિનિટ અંધારુ કરવાથી કેટલી વિજળી બચી શકે છે. 

શું 5 એપ્રિલે 9 મિનિટ માટે લાઈટો બંધ થતા ગ્રિડ ફેલ થઈ જશે? જાણો શું છે સત્ય

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5મી એપ્રિલના રોજ રાતે 9 વાગે 9 મિનિટ માટે ઘરની લાઈટો બંધ કરીને દીવડા કે મિણબત્તી પ્રગટાવવાનું કે પછી ટોર્ચ ચાલુ કરવાનું કહ્યું છે જેને લઈને સોશિયલ મીડિયા પર એક અફવા ઉડી છે કે 5 એપ્રિલના રોજ અચાનક ડિમાન્ડ ઓછી થઈ જવાથી ગ્રિડનું કામકાજ ઠપ્પ થઈ શકે છે. તમને જણાવીએ કે તેની પાછળ શું સત્ય છે અને માત્ર 9 મિનિટ અંધારુ કરવાથી કેટલી વિજળી બચી શકે છે. 

દેશમાં વિજળીને ગ્રિડ દ્વારા પહોંચાડવાનું અને રિયલ ટાઈમ મેનેજમેન્ટ કરવાનું કામ પાવરગ્રિડ અને પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન (POSCOCO) નામની કંપનીઓ પાસે છે. આપણા ઘર સુધી વિજળી નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર, રીજીયોનલ અને સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરથી આપણા ઘર સુધી પહોંચે છે. 

આટલી ઓછી વપરાશે વિજળી
ઉર્જા મંત્રાલયના આંકડા જણાવે છે કે સમગ્ર દેશમાં હાલ વિજળીની પીક અવર ડિમાન્ડ લગભગ 1,25,817 મેગાવોટ છે. (2 એપ્રિલ 2020ના ડેટા મુજબ). જ્યારે ગ્રિડ એક્સપર્ટ જણાવે છે કે 5 એપ્રિલના રોજ નવ મિનિટ જ્યારે તમે ઘરોમાં અંધારુ કરશો તો ડિમાન્ડ ઘટીને 90 હજાર મેગાવોટથી એક લાખ મેગાવોટ સુધી આવી શકે છે. એટલે કે 25થી 35 હજાર મેગાવોટ વિજળીનો વપરાશ તે સમયે ઘટશે.

લોકડાઉનની વિજળીના વપરાશ પર અસર
હાલના દિવસોમાં લોકડાઉનના કારણે સમગ્ર દેશમાં પીક અવર ડીમાન્ડ ગત વર્ષની સરખામણીમાં 43 હજાર મેગાવોટ ઓછી છે. ગત વર્ષે આ જ સમયે લગભગ 1,68500 મેગાવોટ હતી. 

ઉર્જા મંત્રાલયે શું કહ્યું?
આવામાં સોશિયલ મીડિયામાં સવાલ ઉઠ્યા કે 5 એપ્રિલના રોજ અચાનક ડિમાન્ડ ઘટી જવાથી ગ્રિડનું કામકાજ ઠપ્પ થઈ શકે છે. આ મામલે ઉર્જા મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે 9 મિનિટ ઘરની  લાઈટો બંધ રહેવાથી ગ્રિડ પર કોઈ અસર પડશે નહીં. ન તો પાવર પ્લાન્ટ બંધ થશે. કેટલાક લોકો દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી છે કે ગ્રિડ બંધ થઈ જશે જે ખોટી છે. 

કેવી રીતે કામ કરે છે ગ્રિડ?
ગ્રિડ એક્સપર્ટ કહે છે કે ઘરની લાઈટો ભલે બંધ રહે પણ ઘરમાં અનેક ઉપકરણો તે 9 મિનિટમાં તો ચાલુ રહેશે જ. ગ્રિડ પોતાની રીતે વિજળીની ડિમાન્ડને એડજસ્ટ કરી લેશે...બરાબર એ જ રીતે જે પ્રકારે લોકો રાતે સૂતી વખતે લાઈટો બંધ કરે છે તો તે સમયે ઓછી વપરાશવાળી ડિમાન્ડને એડજસ્ટ કરાય છે. 

જુઓ LIVE TV

અચાનક લોડ ઓછો થવાથી ગ્રિડ પર શું અસર પડશે?
જો અચાનક કોઈ લોડ વધી જાય એટલે કે વપરાશે વધે અને પછી અચાનક ઓછો થઈ જાય તો ક્યારેક ચિંતાનો વિષય બની શકે છે પરંતુ એ ત્યારે જ્યારે આપણને તેની ખબર ન હોય. મોટાભાગે આપણને ખબર હોય છે કે કેટલો લોડ થઈ શકે છે. આપણને 9 મિનિટવાળી વાત પણ ખબર છે. આવી સ્થિતિમાં ગ્રિડની લાઈન ઓછા લોડ માટે તૈયાર રહેશે. આ લોડ એટલો જ છે જેટલો સામાન્ય રીતે સાંજે 4 વાગે હોય છે એટલે કે 90 હજાર મેગાવોટ. જે સાંજે 4 વાગે થાય છે તે રાતે 9 વાગે થઈ જશે..તેનાથી કોઈ ફરક પડશે નહીં એટલે કે વિજળીનું ઉત્પાદન કરનારા સંયંત્ર કે ગ્રિડ થપ્પ થશે નહીં. આથી અફવાઓ પર ધ્યાન ન આપો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news