આવતીકાલે આવી રહ્યો છે અમદાવાદની કંપનીનો IPO, ફક્ત 14130 રૂપિયાનું કરવું પડશે રોકાણ
IPO News: હર્ષા એન્જીનિયર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ (Harsha Engineers IPO) ની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઇપી (IPO) કાલથી સબ્સક્રિપ્શન માટે ઓપન થઇ રહી છે. આ આઇપીઓમાં ફક્ત 14130 રૂપિયા લગાવીને તમે સારો ફાયદો કમાઇ શકો છો.
Trending Photos
IPO News: શેર માર્કેટમાં આઇપીઓએ રોકાણકારોને બંપર કમાણી કરાવી છે. જો તમે પણ આગામી દિવસોમાં કોઇ આઇપીઓમાં રોકાણ (Upcoming IPO Update) કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. કાલથી વધુ એક કંપની તમને બજારમાંથી કમાણી કરવાની તક આપવા જઇ રહી છે. તમે 14 સપ્ટેમ્બરથી હર્ષા એન્જીનિયર્સના આઇપીઓ (Harsha Engineers IPO) માં પૈસા લગાવી શકો છો.
હર્ષા એન્જીનિયર્સ લાવી રહી છે આઇપીઓ
હર્ષા એન્જીનિયર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ (Harsha Engineers IPO) ની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઇપી (IPO) કાલથી સબ્સક્રિપ્શન માટે ઓપન થઇ રહી છે. આ આઇપીઓમાં ફક્ત 14130 રૂપિયા લગાવીને તમે સારો ફાયદો કમાઇ શકો છો. તમે આ આઇપીઓને સબ્સક્રાઇબ કરીને લિસ્ટિંગ ડે પર સારો ફાયદો કમાઇ શકો છો. હર્ષા એન્જીનિયર્સના શેર આજે ગ્રે માર્કેટમાં ₹212 ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે.
આવો ચેક કરીએ આઇપીઓ ડિટેલ્સ
ક્યારે ખુલશે આઇપીઓ- 14 સપ્ટેમ્બર 2022
ક્યારે બંધ થશે આઇપીઓ- 16 ડિસેમ્બર 2022
કેટલી હશે પ્રાઇઝ બેંડ- 314-33- રૂપિયા
લોટ સાઇઝ- 45
કેટલું કરવું પડશે રોકાણ- 14130 રૂપિયા
ઇશ્યૂ સાઇઝ- 755 કરોડ
કોણ છે લીડ મેનેજર્સ?
તમને જણાવી દઇએ કે કંપનીના શેર બીએસઇ અને એનએસઇ બંને પર લિસ્ટ થશે. આ ઉપરાંત ગ્રે માર્કેટમાં પ્રાઇસની વાત કરીએ તો હર્ષા એન્જિનિયર્સના શેર આઇપીઓ ગ્રે માર્કેટમાં તેજી પર છે. એક્સિસ કેપિટલ લિમિટેડ ઇક્વિરસ કેપિટ પ્રાઇઝ અને જેએમ ફાઇનેંશિયલ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
કંપનીની પ્રોફાઇલ ચેક કરો
આ અમદાવાદ સ્થિત કંપની છે. 1986માં રાજેન્દ્ર શાહ અને હરીશ રંગવાલાએ હર્ષ એન્જીનિયર્સ ઇન્ટરનેશનલ કંપનીની સ્થાપના કરી હતી. કંપનીની 99.7 ટકા ભાગીદારી પ્રમોટર્સ પાસે છે. ગત નાણાકીય વર્ષને જોઇએ તો કંપનીએ 91.94 કરોડ રૂપિયાના પ્રોફિટ સાથે કુલ 1,321.48 કરોડ રૂપિયાની રેવન્યૂ પ્રાપ્ત કરી હતી.
ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
કંપનીના શેરનું એલોટમેંટ 21 સપ્ટેમ્બર 2022 ના રોજ થઇ શકે છે. તો બીજી તરફ 26 સપ્ટેમ્બરના રોજ શેરની માર્કેટમાં લિસ્ટિંગ થઇ શકે છે.
(ડિસ્ક્લેમર: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલાં પોતાના એડવાઇઝર સાથે ચર્ચા કરી લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે