GST માં ઘટાડાથી વાહન ઉદ્યોગને મળશે ગતિ: એચએમએસઆઇ

જાપાનની વાહન કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઇ-ભાષાને કહ્યું કે ક્ષેત્રની આર્થિક નરમાઇના કારણે અત્યારે ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે. આ પડકારોના કારણે ક્ષેત્રની વૃદ્ધિ પ્રભાવિત થઇ છે.

GST માં ઘટાડાથી વાહન ઉદ્યોગને મળશે ગતિ: એચએમએસઆઇ

નવી દિલ્હી: હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (એચએમએસઆઇ) એ દ્વીચક્રી વાહનો પર જીએસટીમાં ઘટાડાને લઇને ઉદ્યોગના વિવિધ વર્તુળોની માંગને સમર્થન કર્યું છે. કંપનીએ કહ્યું કે આ પગલાંથી પડકારપૂર્ણ કારોબારી માહોલનો સામનો કરી રહેલા ક્ષેત્રને પાટા પર લાવવા અને તેમાં વૃદ્ધિને ગતિ આપવામાં મદદ મળશે. 

જાપાનની વાહન કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઇ-ભાષાને કહ્યું કે ક્ષેત્રની આર્થિક નરમાઇના કારણે અત્યારે ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે. આ પડકારોના કારણે ક્ષેત્રની વૃદ્ધિ પ્રભાવિત થઇ છે. એચએમએસઆઇના નિર્દેશક (સેલ્સ એન્ડ માર્કેટિંગ) યાદવિંદર સિંહ ગુલેરિયાએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે આ પ્રકારના પગલાંથી ખરીદદારો માટે વાહન સસ્તા થશે અને તેનાથી તેમની બચત વધશે. જીએસટીમાં ઘટાડો કરવાથી આ ક્ષેત્રને પાટા પર લાવવામાં મદદ મળશે. એવામાં જીએસટીમાં ઘટાડાથી ઉદ્યોગની વૃદ્ધિને ગતિ મળશે. 

લોકો આર્થિક નરમાઇ સાથે સંકળાયેલી અનિશ્વિતતા દરમિયાન કેશ પોતાની પાસે સંભાળીને રાખવા માંગે છે. કોવિડ 19ના કારણે વાહન ખરીદવા માંગે છે પરંતુ આવી સ્થિતિમાં દ્વીચક્રી વાહન સસ્તુ થાય તો તેનાથી તેમને મદદ મળશે. દ્વીચક્રી ઉદ્યોગ જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની માંગ કરી રહ્યા છે. તેમની દલીલ છે કે દ્વીચક્રી વાહન મધ્યમ આવક વર્ગની શ્રેણીમાં આવનાર લાખો પરિવાર માટે પરિવહન માટે એક પાયાની જરૂરિયાત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news