GST Council: હવે મૂવી જોતી વખતે મળશે સસ્તું ભોજન, ઓનલાઇન ગેમિંગ પર લાગશે 28 ટકા ટેક્સ
FM Nirmala Sitharaman on GST: આજે જીએસટી કાઉન્સિલ (GST Counsil) ની 50મી બેઠક યોજાઈ છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharama)એ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ચાલો જાણીએ આજની બેઠકમાં કયા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે-
Trending Photos
GST Counsil 50th Meet: કેન્દ્ર સરકારે (Central Government) જીએસટી (GST)ને લઈને મોટો નિર્ણય લીધો છે. આજે જીએસટી કાઉન્સિલ (GST Counsil) ની 50મી બેઠક યોજાઈ છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman)એ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી સહિત અનેક લોકોએ હાજરી આપી હતી. હાલમાં GSTની આ 50મી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ પર જીએસટી (GST) લાગુ કરવાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
લાગશે 28 ટકા જીએસટી
GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકાના દરે ટેક્સ લગાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ અહીં યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની માહિતી આપી છે.
દૂધ પીવાની આદત હોય તો આટલું જાણી લેજો, થઈ શકે છે નુકસાન, જાણો શું કહે છે નિષ્ણાત
ગોરી મેમ પણ ચાખી ગઇ છે અમદાવાદની આ જગ્યાઓના નાસ્તા, હદ થઇ ગઇ...તમે નથી ચાખ્યા!!!
શરત લગાવતી વખતે રકમ પર લાગશે GST
તેમણે કહ્યું, "GST કાઉન્સિલે નિર્ણય લીધો છે કે ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર સટ્ટાબાજી કરતી વખતે મળેલી સંપૂર્ણ રકમ પર 28 ટકાના દરે ટેક્સ લાગશે."
ગુજરાતના આ મંદિરમાં દર્શન કરવા માટે લેવી પડે છે પરવાનગી, ગમે ત્યારે આવી જાય છે સિંહો
આ મંદિરમાં ઉંદરનો એંઠો પ્રસાદ ખાય છે લોકો, મંદિરમાં ફરવા માટે અલગ-અલગ નિયમ
GST કાયદામાં થશે ફેરફાર
તેમણે કહ્યું કે ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગને જુગાર અને સટ્ટાબાજીની જેમ કાર્યવાહી કરી શકાય નહીં તેની ખાતરી કરવા માટે GST કાયદામાં જરૂરી ફેરફારો કરવામાં આવશે.
આ રાશિના જાતકો દેખાડો કરવામાં વાપરે છે બેફામ રૂપિયા, લાખોની કમાણી છતાં રહે છે કંગાળ
પપ્પાએ કરી પપ્પી એટલે અભિષેકનું થયું બ્રેકઅપ, નહીંતર ઐશ નહી આ હોત અભિષેકની પત્ની
કેન્સરની સારવાર અંગે લેવામાં આવ્યો છે આ નિર્ણય
નાણાપ્રધાને જણાવ્યું હતું કે કાઉન્સિલે કેન્સરની સારવારમાં વપરાતી ડાઇનુટક્સિમૈબ દવા અને દુર્લભ રોગોની સારવારમાં વપરાતી વિશેષ ઔષધીય ખાદ્ય પ્રોડક્ટ (FSMP)ની આયાત પર GSTમાંથી રાહત આપવાનો પણ નિર્ણય લીધો છે.
પતિએ મોતને વ્હાલું કર્યું પણ પત્ની ના હારી, 7000 કરોડનું દેવું... CCD ને બચાવી
ચટણી તો ખૂબ ખાધી પણ ઉંઘતા પહેલાં પીવો આ ખાસ ચા, શરીર માટે છે ફાયદાકારક
વસૂલવામાં આવશે ટેક્સ
મહારાષ્ટ્રના વન અને મત્સ્યોદ્યોગ મંત્રી સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગના કિસ્સામાં કૌશલ્યની રમત અને નસીબની રમત વચ્ચે ફરકર કરવાની સંકલ્પના નહી અપનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે આ ત્રણેય રમતોમાં સટ્ટાબાજીની સંપૂર્ણ રકમ પર જ 28 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે. આ સિવાય GST કાઉન્સિલે એપેલેટ ટ્રિબ્યુનલ્સની રચનાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી.
જો..જો..તમે સવારે નાસ્તો ન કરતા હોય તો સુધારી જજો, શરીરને થશે આ નુક્સાન
Pressure Points: બંધ નાકના દરવાજા ખોલી દેશે આ 3 પોઈન્ટ, Vicks Vaporub પણ થઇ જશે ફેલ
સિનેમા હોલમાં ખાદ્યપદાર્થો પર માત્ર 5% ટેક્સ લાગશે
આ સિવાય બેઠકમાં નિર્ણય લેતા GST કાઉન્સિલે કહ્યું છે કે સિનેમા હોલમાં ખાણી-પીણી પરના GSTના દરમાં ઘટાડો કરવામાં આવશે. અગાઉ સિનેમા હોલમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થો પર 18 ટકા GST લાગતો હતો, પરંતુ હવે તેને ઘટાડીને 5 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે. જીએસટી કાઉન્સિલમાં પણ આજે આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.
દરિદ્રતા પીછો ન છોડતી હોય, મહેનત કરવા છતાં મળે છે અસફળતા, અજમાવો આ ટુકડાનો ટોટકો
મોટા થઇને શું કાંદા કાઢશે તમારી 'ટીની' અને 'ટપ્પુડો', જન્મ તારીખના આધારે જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે