આ કંપનીમાં કામ કરવા માટે થઈ રહી છે પડાપડી, મિનિમમ 63 લાખ પગાર, ગમે ત્યાંથી કરો કામ

ડાન પ્રાઈસની આ રજૂઆત બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ ગઈ છે. ઘણા લોકોએ તેમની આ પહેલને બિરદાવી અને પોતે જ્યાં કામ કરે છે તે કંપનીને યોગ્ય પગાર ન આપવા બદલ આલોચના પણ કરી. કેટલાકને આ પહેલ કઈક વધારે પડતી પણ લાગી અને વર્ક એથિક્સ પર સવાલ પણ ઉઠાવ્યા. પણ આ બધા વચ્ચે પ્રાઈસને તેની કોઈ પડી નથી. તેઓ કહે છે કે જ્યારથી આ પહેલ શરૂ થઈ છે ત્યારથી તેમની કંપની ખુબ નફો કરવા લાગી છે. 

આ કંપનીમાં કામ કરવા માટે થઈ રહી છે પડાપડી, મિનિમમ 63 લાખ પગાર, ગમે ત્યાંથી કરો કામ

Gravity Payments CEO Dan Price: અમેરિકા બેસ્ડ કંપનીના એક સીઈઓ પોતાની કર્મચારી ફ્રેન્ડલી નીતિઓના કારણે હાલ સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં છે. સિએટલમાં ગ્રેવિટી પેમેન્ટ્સના સીઈઓ ડાન પ્રાઈસ પોતાના કર્મચારીઓને વાર્ષિક ન્યૂનતમ 80,000 ડોલર (લગભગ 63.5 લાખ રૂપિયા) વેતન આપે છે. આ ઉપરાંત સીઈઓએ એવો પણ દાવો કર્યો કે તેમણે પોતાના સ્ટાફને રિમોટ એટલે કે ઓફિસ બહાર અને ફ્લેક્સિબલ અવર્સમાં કામની સાથે પેરેન્ટલ લીવની પણ મંજૂરી આપી છે. 

દરેક જોબ માટે મળે છે 300 અરજી
પ્રાઈસે અન્ય કંપનીઓને પણ પોતાના વર્કફોર્સનું આ પ્રકારે ધ્યાન રાખવાની અને દરેક સ્ટાફને સન્માન આપવાની માંગણી કરી છે. 7.71 ફોલોઅર્સવાળા પ્રાઈસે ટ્વીટર પર લખ્યું કે 'મારી કંપની મિનિમમ 80 હજાર ડોલર વેતન આપે છે. સ્ટાફ ગમે ત્યાંથી કામ કરે, તેને તમામ બેનિફિટ મળે છે. પેરેન્ટલ લીવ વગેરેની સુવિધા પણ મળે છે. અમને દરેક જોબ માટે 300 કેન્ડીડેટ્સની અરજી મળે છે.'

We get over 300 applicants per job.

"No one wants to work" is a hell of a way of saying "companies won't pay workers a fair wage and treat them with respect."

— Dan Price (@DanPriceSeattle) August 8, 2022

પ્રાઈસે કહ્યું કે કોઈ પણ નરક જેવા હાલાતમાં કામ કરવાનું ક્યારેય ઈચ્છતા નથી. કંપનીઓ કર્મચારીઓને ન તો યોગ્ય પગાર આપે છે કે ન તો સન્માન. તેમણે ઈન્સ્ટાગ્રામ ઉપર પણ આ પોસ્ટ શેર કરી છે અને યોગ્ય વેતન પર ચર્ચા છેડી છે. 

રિપોર્ટ્સ મુજબ પ્રાઈસ 2004માં તેમના ભાઈ લુકાસ પ્રાઈસ સાથે ગ્રેવિટી શરૂઆત કરતી વખતે અન્ય સીઈઓ જેવા જ હતા અને પોતાના કર્મચારીઓને સરેરાશ 30,000 ડોલર પગાર આપતા હતા. 2011ના અંત સુધીમાં એક એન્ટ્રી લેવલનો કર્મચારી જેસન હેલી તેમના પર ખુબ ભડકી ગયો હતો. હેલીએ કહ્યું હતું કે હું જાણું છું કે તમારા ઈરાદા સારા નથી. તમે આર્થિક રીતે અનુશાસિત હોવાનો દેખાડો  કરો છો પરંતુ તેના કારણે હું સારું જીવન જીવવા માટે પૂરતા પૈસા કમાઈ શકતો નથી. 

આ બધુ જાણીને પ્રાઈસ ખુબ દુખી થયા. તેમણે વેતન મુદ્દે વિચાર કર્યો અને તેના ત્રણ વર્ષ સુધી પ્રાઈસે વાર્ષિક 20 ટકા પગાર વધારો કર્યો. પ્રાઈસે જોયું કે ગ્રેવિટીનો પ્રોફિટ અનેકગણો વધી ગયો  અને તેઓ આ જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગયા. સ્ટાફનો પગાર વધાર માટે તેમણે પોતાના પગારમાં પણ ખાસ્સો ઘટાડો કર્યો. 

— Acey Angel (@AceTheFallen) August 8, 2022

— Panthers Braves addict (@TomahawkClaw) August 8, 2022

સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ
ડાન પ્રાઈસની આ રજૂઆત બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ ગઈ છે. ઘણા લોકોએ તેમની આ પહેલને બિરદાવી અને પોતે જ્યાં કામ કરે છે તે કંપનીને યોગ્ય પગાર ન આપવા બદલ આલોચના પણ કરી. કેટલાકને આ પહેલ કઈક વધારે પડતી પણ લાગી અને વર્ક એથિક્સ પર સવાલ પણ ઉઠાવ્યા. પણ આ બધા વચ્ચે પ્રાઈસને તેની કોઈ પડી નથી. તેઓ કહે છે કે જ્યારથી આ પહેલ શરૂ થઈ છે ત્યારથી તેમની કંપની ખુબ નફો કરવા લાગી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news