Special Casual Leave: સરકારી કર્મચારીઓ આનંદો...સરકારે બહાર પાડી નવી લીવ પોલીસી, જાણો કેટલી રજા મળશે

Modi Government: જો તમે પણ સરકારી કર્મચારી હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે છે. સરકાર તરફથી કર્મચારીઓને રજાઓ માટે નવી પોલીસી બનાવવામાં આવી છે. જે હેઠળ હવે કેન્દ્રીય કર્મચારીઓને પહેલા કરતા વધુ રજાઓ મળી શકશે. 

Special Casual Leave: સરકારી કર્મચારીઓ આનંદો...સરકારે બહાર પાડી નવી લીવ પોલીસી, જાણો કેટલી રજા મળશે

Modi Government: જો તમે પણ સરકારી કર્મચારી હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે છે. સરકાર તરફથી કર્મચારીઓને રજાઓ માટે નવી પોલીસી બનાવવામાં આવી છે. જે હેઠળ હવે કેન્દ્રીય કર્મચારીઓને પહેલા કરતા વધુ રજાઓ મળી શકશે. કેન્દ્રીય કર્મચારીને હવે ઓર્ગન ડોનેટ કરવા બદલ 42 દિવસની સ્પેશિયલ કેઝ્યુઅલ લીવ (Special Casual Leave) મળી શકશે. DoPT તરફથી ઓફિશિયલ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ કર્મચારી તરફથી શરીરનું કોઈ અંગ ડોનેટ કરાય તો તે મોટી સર્જરી છે. તેના માટે હોસ્પિટલમાં દાખલ થવાની સાથે સાથે રિકવરીમાં પણ વાર લાગે છે. 

કોઈ વ્યક્તિની મદદ કરવા અને કેન્દ્રીય કર્મચારીઓ વચ્ચે અંગદાનને પ્રોત્સાહન આપવાના હેતુથી કોઈ પણ કર્મચારીને વધુમાં વધુ 42 દિવસની સ્પેશિયલ લીવ આપવામાં આવે. તેના માટે નિયમ પણ નક્કી કરાયા છે. હાલના નિયમ હેઠળ કોઈ કેલેન્ડર યરમાં આકસ્મિક રજા તરીકે વધુમાં વધુ 30 દિવસની રજાને મંજૂરી મળે છે. નવા નિયમ 25 એપ્રિલ 2023થી પ્રભાવમાં આવી ગયા છે. 

DoPT તરફથી બહાર પાડવામાં આવેલા મેમોરેન્ડમાં કહેવાયું છે કે આ આદેશ સીસીએસ (રજા) નિયમ હેઠળ તમામ કર્મચારીઓ પર લાગૂ થશે નહીં. આ નિયમને સિલેક્ટેડ કર્મચારીઓ પર લાગૂ કરવામાં આવી રહ્યો છે. એવું કહેવાય છે કે રજાઓ સંબંધિત નવો નિયમ રેલવે કર્મચારીઓ, ઓલ ઈન્ડિયા સર્વિસિસના કર્મચારીઓ માટે નવી રજા નીતિ લાગૂ થશે નહીં. 

સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે ડોનરના અંગને હટાવવા માટે કરવામાં આવતી સર્જરી અને ત્યારબાદ રિકવરી માટે રજાની વધુમાં વધુ મર્યાદા 42 દિવસની રહેશે. આ માટે સરકાર તરફથી રજિસ્ટર્ડ ડોક્ટરની ભલામણના આધારે જ રજાઓ આપવામાં આવશે. આ પર્કારની રજાનો લાભ હોસ્પિટલમાં દાખલ થવાના એક અઠવાડિયા પહેલાથી લઈ શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news