બજેટ પહેલા સરકારની મોટી ભેટ! EPFO પર વધેલા વ્યાજ દરોને મંજૂરી, ખાતામાં ક્યારે આવશે પૈસા?

EPFO Interest: ફેબ્રુઆરીમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ 2023-24 માટે વ્યાજ દર ગત વર્ષના 8.15% થી વધારીને 8.25% કરવામાં આવ્યો છે.

બજેટ પહેલા સરકારની મોટી ભેટ! EPFO પર વધેલા વ્યાજ દરોને મંજૂરી, ખાતામાં ક્યારે આવશે પૈસા?

EPFO interest rate: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ મોદી સરકારનું પહેલું બજેટ 3.0 રજૂ કરશે. અગાઉ સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે EPF પર 8.25%ના વાર્ષિક વ્યાજ દરને મંજૂરી આપી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ 2023-24 માટે વ્યાજ દર ગત વર્ષના 8.15% થી વધારીને 8.25% કરવામાં આવ્યો છે.

સરકારે ગુરુવારે EPFOના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે તેમણે EPFO ​​માટે 8.25%ના વાર્ષિક વ્યાજ દરને મંજૂરી આપી છે. EPFOએ X પર લખ્યું છે કે નાણાં મંત્રાલયે 8.25%ના દરે વાર્ષિક વ્યાજ દરને મંજૂરી આપી છે. તેના સિવાય EPFO ​​એ ભારપૂર્વક જણાવ્યું છે કે EPF સભ્યો માટે વ્યાજ દર ત્રિમાસિક ધોરણે જાહેર કરવામાં આવશે નહીં.

— EPFO (@socialepfo) July 11, 2024

EPF સભ્યો માટે વ્યાજ દર ત્રિમાસિક રીતે જાહેર કરવામાં આવતો નથી. સામાન્ય રીતે વાર્ષિક વ્યાજ દર નાણાકીય વર્ષના અંત પછી આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જાહેર કરવામાં આવે છે. આ રીતે EPF સભ્યો માટે નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25% નો વ્યાજ દર પહેલા જ ભારત સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યો હતો અને 31-05 2024 ના રોજ EPFO ​​દ્વારા સૂચિત કરવામાં આવ્યો હતો.

ક્યારે આવશે EPFO ના પૈસા?
EPFOએ વધુમાં જણાવ્યું છે કે નવા વ્યાજ દરની સૂચના આપ્યા પછી સુધારેલા દરો પર વ્યાજ ચૂકવણી વર્તમાન અને બહાર જતા સભ્યોને કરવામાં આવી રહ્યું છે. આ રીતે 23 લાખથી વધુ ક્લેમનું સમાધાન કરવામાં આવ્યું છે અને નવા વ્યાજ દરે નાણાં ચૂકવવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news