સરકારની દિવાળી ભેટ, નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી વધુ એક રાહત પેકેજની જાહેરાત
સરકાર આજે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એક પત્રકાર પરિષદને સંબોધિ રહ્યા છે. જેમાં તેમને કહ્યું કે રિફોર્મ માટે ભરવામાં આવેલા પગલાંના કારણે ઇકોનોમીમાં રિકવરી જોવા મળી છે. સૌથી મોટો પડકાર કોરોના સામે લડવાનો હતો.
Trending Photos
નવી દિલ્હી: સરકાર આજે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એક પત્રકાર પરિષદને સંબોધિ રહ્યા છે. જેમાં તેમને કહ્યું કે રિફોર્મ માટે ભરવામાં આવેલા પગલાંના કારણે ઇકોનોમીમાં રિકવરી જોવા મળી છે. સૌથી મોટો પડકાર કોરોના સામે લડવાનો હતો.
તેમણે કહ્યું પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું કે..
1. આત્મનિર્ભર ભારત રોજગાર યોજનની જાહેરાત કરવામાં આવી
પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના 31 માર્ચ 2019 સુધી લાગૂ કરવામાં આવી હતી તેમાં કુલ મળીને 8300 ક્રોડ રૂપિયાના ફાયદા આપ્યા 1 લાખ 52 હજાર સંસ્થાઓને મળ્યા.
હવે સરકાર નવી યોજના લાગૂ કરી રહી છે, જેનું નામ આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને લાગૂ કરવામાં આવી રહી છે. સ્કીમ હેઠળ લોકોને EPFO સાથે સંકળાયેલા ફાયદા મળશે.
જે પહેલાં EPFOમાં રજિસ્ટર્ડ નથી, તે તે જોડાશે તો તેમને ફાયદો થશે.
1 માર્ચ 2020-21 સપ્ટેમ્બર 2020 દરમિયાન જેમની નોકરી જતી રહી અને 1 ઓક્ટોબર પછી તેમને નોકરી મળી, તે આ સ્કીમમાં સામેલ થશે. 1 ઓક્ટોબરથી યોજના લાગૂ થશે. 2 વર્ષ માટે આ યોજના હશે.
રોજગાર
- EPFO અંતગર્ત જે રજિસ્ટર્ડ સંસ્થાઓ છે જો નવા રોજગાર આપે છે તો તેમને ફાયદો મળી શકશે.
- 50થી ઓછા લોકોવાળી સંસ્થાઓ 2થી વધુ લોકોને નવી રોજગારી આપે છે તો તેમને સ્કીમનો લાભ મળશે.
- 50થી વધુ કર્મચારીવાળી સંસ્થાને આ સ્કીમનો લાભ લેવા માટે 5થી વધુ કર્મચારીને રાખવા પડશે.
- EPFO માં જે નથી તેમને લાભ નહી મળે, પહેલાં તેમને રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ત્યારે ફાયદો મળશે.
- આ સ્કીમ 30 જૂન 2021 સુધી લાગૂ રહેશે.
- આ યોજનામાં બે કેટેગરી છે, તે પહેલી કંપનીઓ જેમાં 1000થી ઓછા કર્મચારી છે, કર્મચારીઓના ભાગનો 12 ટકા અને કંપનીના ભાગનો 12 ટકા કેન્દ્ર સરકાર યોગદાન કરશે.
- તે કંપનીઓ જ્યાં 1000થી વધુ કર્મચારી છે સરકાર ફક્ત કર્મચારીઓના 12 ટકા આપશે, આ યોજના 2 વર્ષ માટે લાગૂ રહેશે.
- આ યોજના હેઠળ 95 ટકા સંસ્થાઓ તેમાં કવર થઇ જશે.
MSME
- ઇમરજન્સી ક્રેડિટલાઇન ગેરેન્ટી સ્કીમ, MSME માટે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બધા માટે લાગૂ કરવામાં આવી હતી. સરકારે 20 ટકા વધારે વધારાની કાર્યકારી મૂડી આપવાની હતી, જેનો ફાયદો 50 કરોડ રૂપિયા અને 250 કરોડ ટર્નઓવરવાળાને મળી રહ્યો હતો. આ સ્કીમને વધારીને 31 માર્ચ સુધી કરી દેવામાં આવી છે. આ સ્કીમનો ફાયદો MSME, બિઝનેસ, પ્રોફેશનલ, વ્યક્તિ, મુદ્રા હેઠળ લોન લેનાર પણ તેનો ફાયદો ઉઠાવી શકશે. અત્યાર સુધી 61 લાખ લોકોએ લોન લીધી 2 લાખ 5 હજાર કરોડ રૂપિયા સેક્શન કરવામાં આવી છે.
- ECLGS 2.0 ને વધારીને 31 માર્ચ 2021 સુધી કરી દેવામાં આવી છે. આ સ્કીમનો ફાયદો 26 ડિસ્ટ્રેસ્ડ સેક્ટરનો ફાયદો ઉઠાવી શક્શે, જેનો ઉલ્લેખ કામત કમિટીના રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. આ સ્કીમનો સમયગાળો 5 વર્ષનો હશે.
- આ સ્કીમમાં વ્યાજ દરને કેપ કરવામાં આવ્યો હતો, જેથી વ્યાજ વધુ ન વધે. આ 100 ટકા ગેરેન્ટી સ્કીમ હતી.
મેન્યુફેક્ચરિંગ
- મેન્યુફેક્ચરિંગને સપોર્ટ આપવા માટે 1.46 લાખ કરોડના રોકાણ આપવામાં આવશે. પહેલાં 3 સેક્ટરમાં લાગૂ કર્યા હતા.
- ભારતમાં જ મોબાઇલ મેન્યુફેક્ચરિંગ થાય તે માટે 40,995 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી.
- દવા બનાવવા માટે ક્રૂડ માલ પણ ભારતમાં બને તેના માટે 6940 કરોડ રૂપિયાની યોજના લઇને આવ્યા છીએ.
- તેનાથી આપણી ઇકોનોમીને તાકાત મળૅશે અને રોજગારની તક પણ બનશે.
પીએમ આવાસ યોજના- શહેરી
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે 18000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ પહેલાં 8 હજાર કરોડ રૂપિયાના વધારાના રહેશે. સ્કીમ હેઠળ 12 લાખ ઘરોને સ્થાપિત કરવામાં આવશે. 18 લાખ ઘરને પુરા કરવામાં આવશે. તેનાથી 78 લાખથી વધુ રોજગારની તક ઉભી થશે. 25 લાખ મેટ્રિક ટન સ્ટીન અને 131 લાખ મેટ્રીક ટન સીમેન્ટનો ઉપયોગ થશે, જેથી બજારમાં ડિમાન્ડ ઉભી થશે.
હાઉસિંગ સેક્ટર
હાઉસિંગના ક્ષેત્રમાં વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે ઘર બનાવનાર અને ઘરીદનાર બંનેને ફાયદો થશે. મોટાભાગે જોવા મળે છે કે સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યૂમાં અંતર આવે છે, ઇનકમ ટેક્સ એક્ટમાં 10 ટકાની જ જોગવાઇ કરવામાં આવી છે. મોટાભાગના લોકો પહેલીવાર ઘરીદતાં 10 ટકાની છૂટ હતી અને તેને વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે. એટલે કે જો કયાંય પ્રોપર્ટીનો ભાવ ઘટી ગયો છે પરંતુ સર્કલ રેટ વધુ છે તો ત્યાં તેનો ફાયદો થશે. પરંતુ આ ફક્ત 2 કરોડ રૂપિયા સુધી કિંમતના ઘર માટે જ છે. આ સ્કીમ પન 31 માર્ચ 2021 સુધી લાગૂ રહેશે.
- રિફોર્મને લઇને ભરવામાં આવેલા પગલાંના કારણે ઇકોનોમીમાં રિકવરી જોવા મળી છે.
- સૌથી મોટો પડકાર કોરોના સામે લડવાનો હતો. કોરોના કેસોની સંખ્યા 10 લાખથી ઘટીને 4.89 લાખ રહી ગઇ છે.
- વિજળીની ખપત ઓક્ટોબરના મુકાબલે આ વર્ષે 12 ટકા વધી છે.
- જીએસટી કલેક્શન ગત વર્ષે ઓક્ટોબર કરતાં આ વર્ષે 10 ટકા વધું છે.
- રેલવે માલ લગેજમાં આ વર્ષે તેજી છે.
- મેન્યુફેક્ચરિંગમાં સારો ગ્રોથ રિકવરી જોવા મળી છે.
- વિદેશી મુદ્રા ભંડાર 560 બિલિયન ડોલર પહોંચી ગયો છે. જે પોતાનામાં એક રેકોર્ડ છે.
- આ આંકડા જણાવતાં ભારતની ઇકોનોમીમાં ઝડપથી મજબૂત થઇ રહી છે.
-વન નેશન વન રાશન કાર્ડ 20 રાજ્યોમાં લાગૂ થઇ ચૂકી છે.
- પીએમ સ્વાનિધિ યોજના 30 રાજ્યોમાં લાગૂ છે
- ગરીબોના ખાદ્ય ગેરેન્ટી યોજના પર સરકારનું જોરછે.
- રબીના પાક માટે 25 હજાર કરોડ રૂપિયાની મદદ
- કિસાન ક્રેડિટ કાર્ડમાં 1 લાખ 43 હજાર 262 કરોડ રૂપિયા બે તબક્કમાં ખેડૂતોને આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે