LPG Subsidy: મોદી સરકાર એવો નિર્ણય લેશે કે 9.5 કરોડ લોકોને થશે ફાયદો, મધ્યમવર્ગને થશે મસમોટો લાભ

LPG Gas Subsidy:  પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની એનર્જી ટ્રાન્ઝિશન કમિટીના (Energy Transition Committee) રિપોર્ટમાં વાર્ષિક સાતથી આઠ સિલિન્ડર પર સબસિડી આપવાની ભલામણ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આશા છે કે સરકાર આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.

LPG Subsidy: મોદી સરકાર એવો નિર્ણય લેશે કે 9.5 કરોડ લોકોને થશે ફાયદો, મધ્યમવર્ગને થશે મસમોટો લાભ

Energy Transition Committee: મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ મોટાભાગના ઘરોમાં ગેસ કનેક્શન છે. ગેસ કનેક્શન ધરાવતા લોકો માટે એક મોટા સારા સમાચાર આવી રહ્યા છે. સમાચાર છે કે સરકાર LPG સિલિન્ડર પર સબસિડી ફરી શરૂ કરી શકે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની એનર્જી ટ્રાન્ઝિશન કમિટીના રિપોર્ટમાં વાર્ષિક સાતથી આઠ સિલિન્ડર પર સબસિડી આપવાની ભલામણ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, આશા છે કે સરકાર આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.

9.5 કરોડ પરિવારો પાસે એલપીજી કનેક્શન
એક પ્રતિષ્ઠિત અખબારમાં એલપીજી સિલિન્ડર પર સબસિડી ફરી શરૂ કરવા સંબંધિત પ્રકાશિત સમાચાર અનુસાર, સરકાર સબસિડી આપવા પર પુનર્વિચાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના' વર્ષ 2016માં મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારથી, સપ્ટેમ્બર 2022 સુધી, 9.5 કરોડ ઓછી આવક ધરાવતા પરિવારોને એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. આજે દેશના 30 કરોડ ઘરોમાં એલપીજીનો ઉપયોગ થઈ રહ્યો છે.

અગાઉ 12 સિલિન્ડર પર સબસિડી મળતી હતી
રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે એલપીજીની ઊંચી કિંમતને કારણે દેશના 85 ટકા પરિવારો રસોઈ માટે એલપીજીનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી. આપને જણાવી દઈએ કે કોરોના સમયગાળા પહેલા સરકાર દ્વારા વાર્ષિક 12 સિલિન્ડર પર સબસિડી આપવામાં આવતી હતી. પરંતુ હવે આઠ સિલિન્ડર પર એલપીજી સબસિડી આપવાની વાત ચાલી રહી છે. સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની સંખ્યામાં ઘટાડો કરવાથી સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીની કુલ રકમમાં 13 થી 15 ટકાનો ઘટાડો થશે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઘરમાં રસોઈ બનાવવા માટે વાર્ષિક આઠ સિલિન્ડરની જરૂર પડે છે. રિપોર્ટમાં પહેલાંની જેમ અમીર લોકો વતી સબસિડી છોડવાની વાત કહેવામાં આવી છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો કોઈ પરિવાર દર વર્ષે ત્રણ સિલિન્ડર લે છે, તો તેમને ચારથી સાત સિલિન્ડર લેનારા કરતાં વધુ સબસિડી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે હજુ પણ દેશના ત્રણ ચતુર્થાંશ પરિવારો પાસે LPG કનેક્શન નથી. આ પરિવારોની માસિક આવક 10,000 રૂપિયાથી ઓછી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news