HDFC-SBI અને ICICI બેંક સહિતના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, જાણો તમારા ફાયદાની વાત

Reserve Bank of India: કરોડો ખાતાધારકોને ધ્યાનમાં રાખીને ડિપોઝિટ ઈન્શ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી તમામ બેંકોને નિર્દેશ આપવામાં આવ્યા છે.

HDFC-SBI અને ICICI બેંક સહિતના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, જાણો તમારા ફાયદાની વાત

Reserve Bank of India: કરોડો ખાતાધારકોને ધ્યાનમાં રાખીને ડિપોઝિટ ઈન્શ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી તમામ બેંકોને નિર્દેશ આપવામાં આવ્યા છે. DICGC એ 31 ઓગસ્ટ સુધીમાં બેંકોને વેબસાઈટ અને ઈન્ટરનેટ બેંકિંગ પોર્ટલ પર લોગો અને ક્યૂઆર કોડ પ્રમુખતાથી પ્રદર્શિત કરવા માટે કહ્યું છે. તેનો સૌથી વધુ ફાયદો HDFC, SBI અને ICICI બેંક ના ગ્રાહકોને થશે. કારણ કે આ ત્રણેય બેંકોના દેશમાં સૌથી વધુ કસ્ટમર બેસ છે. 

જાગૃતતા ફેલાવવાના હેતુથી ફેરફાર
HDFC બેંક દેશની સૌથી મોટી બેંક છે. જ્યારે SBI ની વાત કરીએ તો તે પબ્લિક સેક્ટરની દેશની સૌથી મોટી બેંક છે. DICGC તરફથી ડિપોઝિટ વીમા યોજના વિશે જાગૃતતા ફેલાવવાના હેતુથી આમ કરાયું છે. બેંકોમાં 5 લાખ રૂપિયા સુધીની જમા રકમનો વીમો DICGC કરે છે. DICGC ની વીમા યોજના હેઠળ કોમર્શિયલ બેંકો, લોકલ એરિયા બેંક (LAB), પેમેન્ટ બેંક (PB), SFB, રીજિયોનલ રૂરલ બેંકો (RRB) અને સહકારી બેંકોની ડિપોઝિટ્સ સામેલ છે. 

કેન્દ્રીય બેંકની સલાહથી નિર્ણય 
ભારતીય રિઝર્વ બેંક (RBI) ની સબસિડરી કંપનીએ એક સર્ક્યુલરમાં કહ્યું કે ડિપોઝિટ વીમા ખાસ કરીને નાના ડિપોઝિટર્સની સુરક્ષા કરવા, બેંકિંગ સિસ્ટમમાં ભરોસો પેદા કરવા અને નાણાકીય સ્થિતરતા જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સર્ક્યુલરમાં કહેવાયું છે કે ડિપોઝિટ વિશે વધુ જાગૃતતા વધારવા માટે કેન્દ્રીય બેંકની સલાહથી આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયમાં DICGC ની સાથે રજિસ્ટર્ડ તમામ બેંક પોતાની વેબસાઈટ અને ઈન્ટરનેટ બેંકિંગ પોર્ટલ પર DICGC ના લોગો અને DICGC વેબસાઈટ સંલગ્ન ક્યૂઆર કોડને પ્રમુખતાથી પ્રદર્શિત કરશે. 

સર્ક્યુલરમાં કહેવાયું છે કે લોગો અને ક્યૂઆર કોડને દર્શાવવાથી ગ્રાહકોને DICGC ની ડિપોઝિટ વીમા યોજના હેઠળ આવનારી બેંકોને ઓળખવામાં મદદ મળશે. આ ઉપરાંત તેનાથી ડિપોઝિટ વીમા વિશે પૂરી જાણકારી મેળવવામાં મદદ મળશે. તમામ સંબંધિત બેંકોને એક સપ્ટેમ્બર 2023થી તેનું અનુપાલન સુનિશ્ચિત કરવા માટે કહેવાયું છે. DICGC ની પાસે રજિસ્ટર્ડ ઈન્શ્યુર્ડ બેંકોની સંખ્યા 31 માર્ચ 2023 સુધીમાં 2027 હતી જેમાં 140 કોમર્શિયલ બેંકો સામેલ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news