Gold Rate Today: સતત સસ્તું થઈ રહ્યું છે સોનું, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી

Latest Gold Rate: ભારતીય શરાફા બજારમાં આજે 26 મે 2023ના રોજ સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. શરાફા બજારમાં સોનાના ભાવ 5મી મેના રોજ વધીને 61739 રૂપિયા અને ચાંદી 77280 રૂપિયાના રેકોર્ડ લેવલ પર પહોંચી ગઈ હતી.

Gold Rate Today: સતત સસ્તું થઈ રહ્યું છે સોનું, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી

ભારતીય શરાફા બજારમાં આજે 26 મે 2023ના રોજ સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. જો કે સવારે MCX પર સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. MCX પર સોનું 50 રૂપિયા વધારા સાથે 10 ગ્રામના 59514 રૂપિયા પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. જ્યારે ચાંદી પ્રતિ કિલો 250 રૂપિયાના વધારા સાથે 70486 ના સ્તરે જોવા મળી હતી. જો કે શરાફા બજારમાં સોનામાં કડાકો જોવા મળ્યો. 

શરાફા બજારના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે 25મી મેના રોજ 60361ના સ્તર પર બંધ થયું હતું. જ્યારે આજે 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ 309 રૂપિયા તૂટીને 60052 ના સ્તરે જોવા મળ્યો. 995 પ્યોરિટીવાળું ગોલ્ડ 307 રૂપિયા ઘટીને 59812ના સ્તરે પહોંચ્યું. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 283 રૂપિયા ઘટીને 10 ગ્રામના 55008 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. 750 પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો તે આજે 232 રૂપિયા ઘટીને 45039ના સ્તરે અને 585 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 181 રૂપિયા ઘટીને 35130 ના સ્તરે જોવા મળ્યું છે. બીજી બાજુ ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીના ભાવમાં 94 રૂપિયાનો ઘટાડો થયો છે અને હાલ ચાંદી 70191ના સ્તરે જોવા મળી રહી છે. જે ગઈ કાલે 70285ના સ્તરે બંધ થઈ હતી. 

7000 રૂપિયા ઘટ્યું સોનું
શરાફા બજારમાં સોનાના ભાવ 5મી મેના રોજ વધીને 61739 રૂપિયા અને ચાંદી 77280 રૂપિયાના રેકોર્ડ લેવલ પર પહોંચી ગઈ હતી. હવે 26મી મે એટલે કે આજની વાત કરીએ તો તે પ્રમાણે સોનું 1700 રૂપિયા અને ચાંદી 7000 રૂપિયા જેટલી તૂટી છે. આજે https://ibjarates.com પર જાહેર થયેલા ભાવ મુજબ સોનું 60052 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 70191 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી રહી છે. શુક્રવારે 23 કેરેટવાળું ગોલ્ડ સસ્તું થઈને 59812 ના સ્તરે પહોંચ્યું હતું. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

એપ દ્વારા ચેક કરી શકો છો પ્યોરિટી
જો તમે પણ માર્કેટમાં સોનાની ખરીદી કરવા જઈ રહ્યા હોવ તો હોલમાર્ક જોઈને જ ગોલ્ડ  ખરીદો. સોનાની શુદ્ધતા ચેક કરવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. ‘BIS Care app’ દ્વારા તમે ગોલ્ડની પ્યોરિટી ચેક કરી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા ફરિયાદ પણ કરી શકો છો. 

24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news