Gold-Silver Price Today: લગડી-દાગીના લેવાનું વિચારતા હોવ તો ઉતાવળ કરો...આટલા રૂપિયા સસ્તું થયું સોનું
Gold-Silver Price Today, 21 July Sona Chandi na Bhav: ભારતીય શરાફા બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.
Trending Photos
Gold-Silver Price Today, 21 July Sona Chandi na Bhav: ભારતીય શરાફા બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 999 પ્યોરિટીવાળું દસ ગ્રામ સોનું આજે 50182 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદી 54737 રૂપિયામાં વેચાય છે.
ibjarates.com મુજબ 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 49981 રૂપિયે વેચાઈ રહ્યું છે. 916 પ્યોરિટીવાળું ગોલ્ડ આજે 45967 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે 750 પ્યોરિટીવાળા સોનાના ભાવ 37637 રૂપિયા થયા છે. આ સિવાય 585 પ્યોરિટીવાળું સોનું આજે 29356 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદી આજે 54737 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે.
કેટલો ઘટ્યો ભાવ
સોના ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 371 રૂપિયા, 995 પ્યોરિટીવાળું સોનું 370 રૂપિયા, 916 પ્યોરિટીવાળું સોનું 340 રૂપિયા, 750 પ્યોરિટીવાળું સોનું 278 રૂપિયા જ્યારે 585 પ્યોરિટીવાળું સોનું 10 ગ્રામે 218 રૂપિયા સસ્તું થયું છે. 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદી આજે 630 રૂપિયા સસ્તી થઈ છે.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે