Gold Rate: સોનાનો ભાવ ન પૂછો, પહોંચી જશે 1 લાખ પાર, ચાંદીમાં પણ તેજી, જાણો કયાં પહોંચશે કિંમત

વર્ષ 2024માં સોના-ચાંદીને લઈને ખુબ હલચલ છે. સોનાની કિંમતમાં ખુબ ઉથલ-પાથલ જોવા મળી રહી છે. આ વર્ષે સોનાએ પોતાના ઓલ ટાઈમ હાઈ ભાવનો રેકોર્ડ તોડી દીધો છે. 
 

Gold Rate: સોનાનો ભાવ ન પૂછો, પહોંચી જશે 1 લાખ પાર, ચાંદીમાં પણ તેજી, જાણો કયાં પહોંચશે કિંમત

Gold-Silver Rate: વર્ષ 2024માં સોના-ચાંદીને લઈને ખુબ હલચલ છે. સોનાની કિંમતમાં ઉથલ-પાથલ જોવા મળી છે. આ વર્ષે પોતાના ભાવે પોતાના ઓલ ટાઈમ હાઈના રેકોર્ડને તોડી દીધો છે. જ્યાં સોનું દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યું છે તો ચાંદીની કિંમત 1 લાખના આંકડાને પાર કરવા માટે બેતાબ છે. સોનું જ્યાં  74166 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે તો ચાંદીએ 90 હજારના આંકડાને ટચ કરી લીધો છે. ચાંદીના ભાવ 88010 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે.

1 લાખ રૂપિયાને પાર જશે સોનું
સોના-ચાંદીને હંમેશાથી સુરક્ષિત રોકાણ તરીકે ઓળખવામાં આવે છે. સોનામાં જોખમ ઓછું રહે છે. તેથી લોકો તેને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરે છે. બજારની અનિશ્ચિતતાઓ વચ્ચે સસોનું અને ચાંદી સુરક્ષિત રોકાણ તરીકે માનવામાં આવે છે. મુશ્કેલ સમયમાં કિંમતી ધાતુ સરળતાથી વેચાય જાય છે. વિશ્વભરની કેન્દ્રીય બેન્ક ગોલ્ડ રિઝર્વ વધારી રહી છે. ચીન પણ સતત ખરીદી કહી રહ્યું છે. સોનાની વધતી માંગ વચ્ચે તેના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. સોનું 75 હજાર રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે. જાણકારો પ્રમાણે સોનાની કિંમતમાં હજુ તેજી આવી શકે છે.

આ કારણે ચમકશે સોનું
સોનાની કિંમતને લઈને એક ટીવી કાર્યક્રમમાં અખિલ ભારતીય રત્ન તથા આભૂષણ ઘરેલૂ પરિષદના ચેરમેન સય્યમ મેહરા અને ઉપાધ્યક્ષ રાજેશ ગોખલેએ કહ્યું કે આવનારા દિવસોમાં સોનાની કિંમતમાં હજુ તેજી આવી શકે છે. તેમણે કહ્યું કે દુનિયાભરના અલગ-અલગ દેશોમાં ચૂંટણી થઈ રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ગ્લોબલ બજાર દબાવમાં છે. અમેરિકાની કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં ઘટાડાની ખુબ ઓછી આશંકાને કારણે સોનાની કિંમતમાં તેજી યથાવત રહી શકે છે.

પરંતુ તેમણે કહ્યું કે કિંમતોમાં તેજીને કારણે સોનાની ખરીદીમાં કોઈ કમી આવશે નહીં. સોના પર ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે, જે રીતે સોનાની માંગ વધી રહી છે, આવનારા સમયમાં સોનાનો ભાવ 2600 થી 2800 ડોલર એટલે કે 78000થી 80000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે. આ તેજી આગળ પણ યથાવત રહેશે, આગામી બે-અઢી વર્ષમાં સોનું 1 કરોડ રૂપિયા પ્રતિ કિલોગ્રામના આંકડાને પાર કરી જશે. 

ક્યાં સુધી 1 લાખને પાર થઈ જશે સોનું
મુથૂટ ફાયનાન્સના રિપોર્ટ પ્રમાણે જે રીતે સોનાની કિંમત વધી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2029 સુધી સોનું 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના આંકડાને પાર કરી જશે. રિપોર્ટ પ્રમાણે સોનાની કિંમત  1,01,789 રૂપિયા પર પહોંચી જશે. તો કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયા પ્રમાણે મિડલ ઈસ્ટ તરફથી વધી રહેલા નવા ગ્લોબલ સંકટને જોતા અનુમાન છે કે 2024ના અંત સુધી સોનું 1 લાખ રૂપિયાની આસપાસ પહોંચી શકે છે. 

ચીન-રશિયા બધા સોનાની પાછળ પડ્યા
બજાર જાણકારો પ્રમાણે લાંબી અવધીમાં સોનાની કિંમતમાં તેજી આવવાની સંભાવના છે, કિંમતોમાં ઘટાડાની આશા ખુબ ઓછી છે. વિશ્વભરના દેશ હવે ડોલરની જગ્યાએ સોનાની પાછળ લાગી ગયા છે. ચીન, રશિયા જેવા દેશો મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહ્યાં છે. ચીન જ્યાં પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સોનું ખરીદી રહ્યું છે, તો ભારત 100 ટન સોનું ઈંગ્લેન્ડથી પરત લાગ્યું, જેથી વૈશ્વિક સંકટના સમયમાં ખુદને સુરક્ષિત રાખી શકે. ભારતનો ગોલ્ડ રિઝર્વ 822 ટન પર પહોંચી ગયો છે, જે આવનારા દિવસોમાં 1000 ટનને પાર પહોંચી જશે.

ચાંદીની કિંમત પણ વધશે
ચાંદી પહેલાથી 90 હજારના આંકડાની નજીક ઉભી છે. તેમાં  આવનારા સમયમાં તેજીની આશા છે. માનવામાં આવી રહ્યું છે કે આ ગતિથી તેની કિંમત વધી તો ચાંદી 2024ના અંત સુધીમાં એક લાખનો આંકડો પાર કરી લેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news