Gold-Silver Price Today: સોનું થયું સસ્તું, ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધીને 1763 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું, જ્યારે ચાંદી સ્થિર થઈને 19.67 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.

Gold-Silver Price Today: સોનું થયું સસ્તું, ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત

નવી દિલ્હીઃ સોના અને ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરૂવારે સોનું 32 રૂપિયાના ઘટાડા સાથે 52,224 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું, જે પાછલા કારોબારી સત્રમાં 52256 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તો ચાંદી પણ 348 રૂપિયાના ઘટાડા સાથે 57,298 રૂપિયા કિલોગ્રામ થઈ ગઈ, જે પાછલા કારોબારી સત્રમાં  57,646 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. 

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધીને 1763 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું, જ્યારે ચાંદી સ્થિર થઈને 19.67 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમેડિટી) તપન પટેલે કહ્યુ કે, અમેરિકી ફેડરલ રિઝર્વના દરોમાં વધારો અને મોંઘવારીને ચિંતાઓને લઈને મિશ્ર વૈશ્વિક સંકેતોથી પાછલા દિવસોમાં સોનાની કિંમતોમાં સીમિત કારોબાર રહ્યો છે. 

સોનાની વાયદા કિંમતોમાં 202 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી
મજબૂત હાજર માંગને કારણે સટોરિયાઓએ તાજા સોદાની લિવાલી કરી, જેનાથી વાયદા કારોબારમાં ગુરૂવારે સોનું 202 રૂપિયાની તેજીની સાથે 51,745 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબરની ડિલિવરી માટે સોનાના કરાર ભાવ 202 રૂપિયાની તેજી સાથે 51,745 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો, જેમાં 14,946 લોટ માટે કારોબાર થયો. વિશ્લેષકોએ કહ્યું કે ઈન્વેસ્ટરોની તાજા પોઝીશનથી સોનાની કિંમતમાં તેજી આવી. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.14 ટકાના ઘટાડાની સાથે 1,779.20 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. 

હાજર માંગથી ચાંદીની વાયદા કિંમતોમાં તેજી
મજબૂત હાજર માંગને કારણે કારોબારિયોએ પોતાનો દાવ વધાર્યો, જેથી વાયદા કારોબારમાં ગુરૂવારે ચાંદીની કિંમત 13 રૂપિયાની તેજીની સાથે 56,928 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદી સપ્ટેન્બરના કરારમાં 13 રૂપિયાની તેજી સાથે 56,928 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર 16,710 લોટનો કારોબાર થયો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદી 0.18 ટકાના ઘટાડા સાથે 19.82 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news