Gold Rate Today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના સોના-ચાંદીના લેટેસ્ટ રેટ
Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી. સોના ચાંદીના ભાવમાં સવારે અને સાંજે એમ બે વાર ફેરફાર જોવા મળતો હોય છે. લેટેસ્ટ રેટ્સ પર નજર ફેરવીએ તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ ઘટાડા સાથે 52 હજારને પાર છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Trending Photos
Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી. લેટેસ્ટ રેટ્સ પર નજર ફેરવીએ તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ ઘટાડા સાથે 52662 ના સ્તરે જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદી એક કિલોના 61,777 રૂપિયા છે.
અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે સવારે 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ઘટીને 52451 રૂપિયા પર પહોંચ્યું. જ્યારે 916 ની પ્યોરિટીવાળું સોનું 10 ગ્રામના 48238 રૂપિયાના ભાવે પહોંચ્યું. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળું સોનું ઘટીને 39497 રૂપિયા થયું. જ્યારે 585 પ્યોરિટીવાળું સોનું આજે સસ્તું થઈને 30807 રૂપિયા પર પહોંચ્યું છે. આ ઉપરાંત 999 પ્યોરિટીવાાળી ચાંદી એક કિલોના 61777 રૂપિયા ભાવે પહોંચી.
સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર?
સોના ચાંદીના ભાવમાં સવારે અને સાંજે એમ બે વાર ફેરફાર જોવા મળતો હોય છે. સવારે તાજા અપડેટ મુજબ 999 અને 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 51 રૂપિયાનો ઘટાડો નોંધાયો. જ્યારે 916 પ્યોરિટીવાળા સોનામાં 47 રૂપિયા, 750 પ્યોરિટીવાળા સોનામાં 38 રૂપિયા અને 585 પ્યોરિટીવાળા ગોલ્ડમાં 30 રૂપિયાનો ઘટાડો થયો. ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીમાં એક કિલોએ 489 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
(સોનાના આ ભાવમાં જીએસટી અને મેકિંગ ચાર્જ જોડવામાં આવ્યા નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે