Gold Rate Today: લગ્નગાળા ટાણે સોનામાં ઉથલપાથલ, આજે પાછો ભાવ ઉછળ્યો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. હાલ લગ્નગાળો ચાલુ છે. આવામાં જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લો.
Trending Photos
કોમોડિટી બજારમાં ઉતાર ચડાવનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં વ્યાજ દરો પર નિર્ણય આવતા પહેલા ટ્રેડર્સ થોડા સચેત જોવા મળી રહ્યા છે. જેના કારણે બુધવારે વાયદા બજારમાં સપાટ ટ્રેડિંગ જોવા મળ્યું. સોના અને ચાંદીના ભાવ પર થોડું દબાણ જોવા મળી રહ્યું છે. અને ફેડના નિર્ણય પહેલા નબળાઈ સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સોનું $2,660 ની સપાટી સુધી પહોંચી ગયું. MCX પર સોનું 77,000 ની નીચે છે. આજે રાતે વ્યાજ દરો પર ફેડનો નિર્ણય આવશે. દરોમાં 0.25% ના કાપની સંભાવના છે. 2025 અને 2026 માટે ફેડની પોલીસી પર કમેન્ટ્રી સંભવ છે. અત્રે જણાવવાનું કે નવેમ્બરમાં અમેરિકામાં રિટેલ વેચાણ અનુમાનથી સારા આવ્યા હતા. જો કે આજે વાયદા બજારમાં સુસ્તી તો શરાફા બજારમાં ભાવ વધેલા જોવા મળ્યા છે. જાણો લેટેસ્ટ રેટ...
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર MCX પર સોનું 6 રૂપિયાના મામૂલી ઘટાડા સાથે 76865 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. જે કાલે 76,871 ના ભાવ પર બંધ થયું હતું. ચાંદી 223 રૂપિયાના કડાકા સાથે 90652 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર જોવા મળી. જેનો ક્લોઝિંગ ભાવ કાલે 90,875 રૂપિયા હતો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 208 રૂપિયા ઉછળીને 76,570 રૂપિયા પર પહોંચ્યું જે કાલે 76,362 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 425 રૂપિયા કૂદીને 88,950 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે પહોંચી ગઈ જે કાલે 88,525 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/veCNwaMDva
— IBJA (@IBJA1919) December 18, 2024
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram :… pic.twitter.com/Xd8EdMdhyr
— IBJA (@IBJA1919) December 18, 2024
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે