Gold Rate Today: સોનાના હાજર ભાવમાં વધારો, ચાંદીમાં પણ તેજી, જાણો આજની કિંમત


 ઘરેલૂ સોની બજારમાં સોમવારે સોનું અને  ચાંદી બંન્નેની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં સોમવારે 240 રૂપિયાની તેજી આવી છે. 

Gold Rate Today: સોનાના હાજર ભાવમાં વધારો, ચાંદીમાં પણ તેજી, જાણો આજની કિંમત

નવી દિલ્હીઃ ઘરેલૂ સોની બજારમાં સોમવારે સોનું અને  ચાંદી બંન્નેની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં સોમવારે 240 રૂપિયાની તેજી આવી છે. આ તેજીથી સોનાની હાજર કિંમત દિલ્હીમાં  52,073 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. સિક્યોરિટીઝ અનુસા, રૂપિયામાં ઘટાડાને કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોનું 51,833 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 

ઘરેલૂ જ્વેલરી બજારમાં સોનાની સાથે ચાંદીની હાજર કિંમતોમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. ચાંદીની હાજર કિંમતોમાં સોમવારે 786 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો નોંધાયો છે. આ વધારાથી ચાંદીની કિંમત 64,927 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં ચાંદી  64,141 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી. 

એચડીએફસીના વરિષ્ઠ વિશ્લેષકે જણાવ્યું કે, દિલ્હીમાં સોમવારે 24 કેરેટ સોનાના હાજર ભાવમાં ભારતીય રૂપિયામાં ઘટાડાને કારણે 240 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

ભારતીય રૂપિયાની પાછલા ત્રણ સત્રોમાં ચાલી રહેલી મજબૂતો સોમવારે થોભી ગઈ હતી. ભારતીય રૂપિયો સોમવારે યૂએસ ડોલરના મુકાબલે 12 પૈસા નબળો પડીને 73.28 પર બંધ થયો હતો. 

આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોમવારે સોનાનો વૈશ્વિક ભાવ ઘટાડા સાથે 1,925 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરતો જોવા મળ્યો હતો. તો ચાંદી 25.26 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર ટ્રેન્ડ કરતી જોવા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news