Gold Rate: નવા સપ્તાહના પહેલા જ દિવસે સોનું ધડામ, ચાંદી પણ ગગડી, ઘટેલા ભાવે સોનું લેવું હોય તો જાણો રેટ
Latest Gold Rate: નવા અઠવાડિયાનો આજે પહેલો જ દિવસ છે અને સોનું આજે ખુલતાની સાથે જ ધડામ થયેલું જોવા મળ્યું છે. ચાંદીના ભાવ પણ તૂટ્યા છે. વાયદા બજાર અને રિટેલ બજારના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
Trending Photos
સોના અને ચાંદીના ભાવમાં વેચાવલીની અસર જોવા મળી રહી છે. ગત અઠવાડિયે આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ વાયદા બજારની સાથે સાથે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ ગગડેલા જોવા મળ્યા હતા. જ્યારે આજે પણ સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. વાયદા બજારની સાથે શરાફા બજારમાં પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લો.
વાયદા બજારમાં ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 102 રૂપિયાના ઘટાડા સાથે 77,034 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આજે જોવા મળ્યુ હતું જે શુક્રવારે 77,136 પર બંધ થયું હતું. ચાંદી આ દરમિયાન 68 રૂપિયાના ઘટાડા સાથે 90,933 રૂપિયા પર બંધ થઈ હતી. જે ગત કારોબારી સત્રમાં 91,001 રૂપિયા પર બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું શુક્રવારે 35 ડોલર ગગડીને 2670 ડોલરની નીચે તો ચાંદી 2 ટકા ગગડીને 31 ડોલરની પાસે પહોંચી ગઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 282 રૂપિયા ગગડીને 76,640 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. જે શુક્રવારે 76,922 પર બંધ થયું હતું. જ્યારે ચાંદી આજે 726 રૂપિયા ગગડીને 89,250 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી છે જે શુક્રવારે 89,976 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/ewSd8PwayZ
— IBJA (@IBJA1919) December 16, 2024
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/ueMbJZnVN8
— IBJA (@IBJA1919) December 16, 2024
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે