Gold Rate Today: સોનું ખરીદવા માંગતા લોકો માટે ખુશખબર, રેકોર્ડબ્રેક ભાવવધારા બાદ આજે સોનામાં કડાકો, જાણો લેટેસ્ટ રેટ
Gold Rate 5 April 2024: છેલ્લા કેટલાક દિવસથી સોનામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી હતી પરંતુ આજે આ તેજી પર બ્રેક લાગ્યો છે. સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
Trending Photos
છેલ્લા કેટલાક દિવસથી સોનામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી હતી પરંતુ આજે આ તેજી પર બ્રેક લાગ્યો છે. સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય અને ગ્લોબલ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં કરેક્શન જોવા મળ્યું છે. રોકાણકારો બંને મેટલ્સમાં પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. શરાફા બજારમાં પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. અત્રે જણાવવાનું કે ઘરેલુ બજારમાં સોનું 6 મહિનામાં 20 ટકા જેટલું ઉછળી ચૂક્યું છે. કારણોમાં ફેડ પોલીસીમાં વ્યાજ દરો ઘટવાનું અનુમાન અને મિડલ ઈસ્ટમાં તણાવના માહોલને લીધે સુરક્ષિત રોકાણ તરીકે ગોલ્ડની માંગ વધી છે.
સોનાની તેજી પર બ્રેક
સતત રેકોર્ડ હાઈ પર જોવા મળી રહેલા સોનામાં આજે કડાકો જોવા મળ્યો છે. જૂન કોન્ટ્રાક્ટ MCX પર લગભગ 320 રૂપિયા ભાવ ગગડ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 69300 રૂપિયા પર જોવા મળ્યો. જ્યારે ગુરુવારે ભાવ 69918 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો હતો. ચાંદીમાં પણ નરમાઈ છે. મે કોન્ટ્રાક્ટનો રેટ લગભગ 1100 રૂપિયા સુધી ગગડ્યો છે. એક કિલો ચાંદીનો ભાવ 78878 રૂપિયા જોવા મળી રહ્યો છે.
શરાફા બજારમાં આજે ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 235 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 69667 રૂપિયા પર પહોંચ્યો છે. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 215 રૂપિયા તૂટીને 63815 રૂપિયા થયો છે. ચાંદીના ભાવ જોઈએ તો હાલ ચાંદીનો ભાવ 113 રૂપિયાના કડાકા સાથે પ્રતિ કિલો 79224 રૂપિયા જોવા મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ગગડ્યું સોનું
ઘરેલુ બજારની જેમ જ ગ્લોબલ માર્કેટમાં પણ બુલિયનમાં નરમી જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનું લગભગ 13 ટકા ગગડીને 2300 રૂપિયા નીચે આવી ગયું. હાલ ભાવ 2295 ડોલર પ્રતિ ઔંસ જોવા મળ્યું છે. ચાંદીનો ભાવ પણ સવા બે ટકા ગગડીને 27 ડોલર નીચે ગયો છે. હાલ 26.60 ડોલર પ્રતિ ઔંસ પર છે. રોકાણકારોની નજર US FED પોલીસી અને મિડલ ઈસ્ટમાં વધતા તણાવ પર છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે