Gold Rate Today: સોનામાં વળી પાછો જોવા મળ્યો કડાકો, ઉથલપાથલ વચ્ચે લેવાનું વિચારતા હોવ તો ચેક કરો લેટેસ્ટ રેટ

Gold & Silver Rate 23 February 2024: સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક બાજુ વાયદા બજારમાં ભાવ સામાન્ય વધેલા જોવા મળ્યા છે તો શરાફા બજારમાં ભાવ ઘટેલા જોવા મળી રહ્યા છે.

Gold Rate Today: સોનામાં વળી પાછો જોવા મળ્યો કડાકો, ઉથલપાથલ વચ્ચે લેવાનું વિચારતા હોવ તો ચેક કરો લેટેસ્ટ રેટ

સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક બાજુ વાયદા બજારમાં ભાવ સામાન્ય વધેલા જોવા મળ્યા છે તો શરાફા બજારમાં ભાવ ઘટેલા જોવા મળી રહ્યા છે. મીડલ ઈસ્ટમાં તણવાના પગલે આ ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. વાયદા બજારનું જોઈએ તો સુરક્ષિત રોકાણની માંગ વધતા ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.

ઘરેલુ બજારમાં ભાવ
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. MCX પર આજે સોનાનો ભાવ આજે 10 ગ્રામે 73 રૂપિયા ચડીને 62050 રૂપિયા ભાવ જોવા મળ્યો. જ્યારે ચાંદીના ભાવમાં નરમાઈ છે. MCX પર ચાંદીના ભાવ 50 રૂપિયા ગગડ્યા છે અને પ્રતિ કિલો 70218 રૂપિયા જોવા મળ્યો છે. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 128 રૂપિયા ગગડીને 62027 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. ગઈ કાલે સોનું 62155 રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ હાલ 117 રૂપિયા તૂટીને 56817 રૂપિયાના સ્તરે છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી હાલ 1003 રૂપિયા ગગડીને પ્રતિ કિલો 69393 રૂપિયાના સ્તરે છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર ઈન્ટરનેશનલ બુલિયન માર્કેટમાં પણ જોવા મળી રહી છે. સોનાના રેટ કોમેક્સ પર હળવી મજબૂતાઈ સાથે 2025 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યા છે. ચાંદીનો ભાવ પણ કોમેક્સ પર લીલા નિશાનમાં જોવા મળ્યો. કોમેક્સ પર ચાંદી 22.80 ડોલર પ્રતિ ઔંસ પર છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news