Gold Rate Today: સોનાના ભાવમાં સતત ઉથલપાથલ, લેટેસ્ટ રેટ ચેક કર્યા વગર જો જો ખરીદવા ન પહોંચી જતા

Gold Rate 21 February 2024:  જો તમે સોનામાં રોકાણ કરવાના હોવ કે પછી દાગીના ખરીદવા ઈચ્છતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવા ખુબ જરૂરી છે. ગોલ્ડની વાત કરીએ તો 24 કેરેટ ગોલ્ડ સૌથી શુદ્ધ હોય છે. જે ખુબ લચીલુ હોય છે. તેને મજબૂત બનાવવા માટે તેમાં અન્ય ધાતુને ભેળવવી પડે છે. શુદ્ધતા જેટલી વધુ હશે તેટલું ગોલ્ડ મોંઘુ થાય છે. 

Gold Rate Today: સોનાના ભાવમાં સતત ઉથલપાથલ, લેટેસ્ટ રેટ ચેક કર્યા વગર જો જો ખરીદવા ન પહોંચી જતા

સોના અને ચાંદીના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાવ ઘટ્યા બાદ હવે પાછા વધ્યા છે અને 62 હજારની ઉપર પહોંચ્યા છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદીમાં પણ સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જો તમે સોનામાં રોકાણ કરવાના હોવ કે પછી દાગીના ખરીદવા ઈચ્છતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવા ખુબ જરૂરી છે. ગોલ્ડની વાત કરીએ તો 24 કેરેટ ગોલ્ડ સૌથી શુદ્ધ હોય છે. જે ખુબ લચીલુ હોય છે. તેને મજબૂત બનાવવા માટે તેમાં અન્ય ધાતુને ભેળવવી પડે છે. શુદ્ધતા જેટલી વધુ હશે તેટલું ગોલ્ડ મોંઘુ થાય છે. 

આજના સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 87 રૂપિયા ઉછળીને 62226 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું આજે 80 રૂપિયા ઉછળીને 56999 રૂપિયાના સ્તરે છે. ચાંદી પ્રતિ કિલો 54 રૂપિયા ઉછળીને 70950 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news