Gold Rate Today: જલદી કરજો! અચાનક સોનાના ભાવમાં જોરદાર કડાકો, ચાંદી પણ થઈ ધડામ, ફટાફટ ચેક કરી લો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: આ અઠવાડિયે કોમોડિટીના બજારમાં જે તેજી જોવા મળી હતી તેમાં શુક્રવારે બ્રેક લાગતી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડા વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં પણ સોનું અને ચાંદી ગગડેલા જોવા મળ્યા.
Trending Photos
આ અઠવાડિયે કોમોડિટીના બજારમાં જે તેજી જોવા મળી હતી તેમાં શુક્રવારે બ્રેક લાગતી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડા વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં પણ સોનું અને ચાંદી ગગડેલા જોવા મળ્યા. ગ્લોબલ માર્કેટમાં ગઈ કાલે સોનું લાઈફ ટાઈમ હાઈથી 40 ડોલર ગગડી ગયું હતું. વાયદા બજારમાં અને શરાફા બજારમાં લેટેસ્ટ ભાવ શું છે તે ખાસ જાણો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં ભારે ઘટાડો જવા મળ્યો છે. સોનું 706 રૂપિયા તૂટીને 73,273 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. સવારે ઓપનિંગ રેટમાં 74,065 રૂપિયાના સ્તરે હતું. એટલે છેલ્લા 24 કલાકમાં સોનામાં 792 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 647 રૂપિયા તૂટીને 67118 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જે કાલે 67,765 રૂપિયાના ભાવે ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં તોતિંગ 2,255 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 89,300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયો છે. કાલે ચાંદી 91,555 રૂપિયાની સપાટીએ ક્લોઝ થઈ હતી.
વાયદા બજારમાં ભાવ
આજના કારોબારમાં બંને ધાતુમાં સવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર સોનું 582 રૂપિયાના ઘટાડા સાથે 73,573 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે કાલે ગોલ્ડ 74,155 પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 1,155 રૂપિયાના નુકસાન સાથે 90,617 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી. કાલે ચાંદી 91,772 રૂપિયા પર બંધ થઈ હતી.
વિદેશી બજારમાં તૂટ્યું સોનું
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બરમાં રેટ કટના અંદાજાને પગલે સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોલર ઈન્ડેક્સમાં નીચલા સ્તરોથી હળવી રિકવરી થઈ છે. યુએસ સ્પોટ ગોલ્ડ 0.21 ટકા તૂટીને 2,453 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યું. બુધવારે તે 2,483 ડોલરના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. યુએસ ગોલ્ડ ફ્યુચર 0.1 ટકા તૂટીને 2,457 ડોલર પર આવી ગયું.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે