Gold Rate Today: એક નિર્ણય અને આજે સોનાનો ભાવ જબરદસ્ત વધી ગયો! 10 ગ્રામ સોનાનો ભાવ જાણી આંખો પહોળી થશે
Gold Silver Rate Today: બુલિયન માર્કટમાં આજે સવારથી સોનામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. MCX પર સોના અને ચાંદી બંનેના ભાવમાં 2-4 ટકા સુધીની મજબૂતી છે. ઘરેલુ બજારોની સાથે સાથે વિદેશી બજારોમાં રેકોર્ડતોડ તેજી છે.
Trending Photos
બુલિયન માર્કટમાં આજે સવારથી સોનામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. MCX પર સોના અને ચાંદી બંનેના ભાવમાં 2-4 ટકા સુધીની મજબૂતી છે. ઘરેલુ બજારોની સાથે સાથે વિદેશી બજારોમાં રેકોર્ડતોડ તેજી છે. કોમેક્સ પર સોનાનો ભાવ 2050 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો. સોના અને ચાંદીમાં જોરદાર ઉછાળાનું કારણ અમેરિકી કેન્દ્રીય બેંકનો નિર્ણય છે. જેમાં વ્યાજદરોમાં કાપના સંકેત આપવામાં આવ્યા છે.
સોના ચાંદી થયા મોંઘા
ઘરેલુ વાયદા બજારમાં સોનાના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે. MCX પર સોનાના ભાવ 1200 રૂપિયા ચડીને 62400 રૂપિયા નજીક પહોંચ્યો. ચાંદીના ભાવ પણ લગભગ 4 ટકાની મજબૂતી સાથે 74300 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો છે. આજે ચાંદીના ભાવમાં 2700 રૂપિયાથી વધુ મજબૂતી જોવા મળી રહી છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1200 રૂપિયા ઉછળીને 62454 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 1148 રૂપિયા વધીને 57208 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. ચાંદી પ્રતિ કિલો 2796 રૂપિયા ઉછળીને 73694 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.
વિદેશી બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના રેટ અઢી ટકાના ઉછાળા સાથે 2050 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યો. ચાંદીનો ભાવ પણ 5 ટકા વધારા સાથે 24 ડોલર પ્રતિ ઔંસ પાર નીકળ્યો છે.
સોના ચાંદીમાં કેમ છે તેજી
બુલિયન માર્કેટમાં આવેલી તેજીનું કારણ US FED નો નિર્ણય છે. ડિસેમ્બરમાં થયેલી બેઠકમાં કેન્દ્રીય બેંકમાં સતત ત્રીજીવાર દરોને સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. ખાસ વાત એ છે કે 2024માં કાપના સંકેત આપવામાં આવ્યા છે. જે હેઠળ 3 વખત વ્યાજદરોમાં કાપ મૂકવામાં આવી શકે છે. પરિણામ સ્વરૂપે અમેરિકી બ ોન્ડ યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સ ગગડી ગયા. જે 4 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે