Gold Rate Today: જોરદાર ગોથું ખાઈ ધીરે ધીરે ચડી રહ્યું છે સોનું, જો લેવાનું હોય તો ઉતાવળ રાખજો! જાણો લેટેસ્ટ રેટ
Latest Gold Price: આજે શેર બજારમાં શરૂઆતમાં થોડી ઉથલપાથલ જોવા મળી જો કે બજાર હવે સ્થિર છે. પરંતુ કોમોડિટી બજારમાં સુસ્તી જોવા મળી છે. શરાફા બજારમાં અને વાયદા બજારમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
Trending Photos
આજે શેર બજારમાં શરૂઆતમાં થોડી ઉથલપાથલ જોવા મળી જો કે બજાર હવે સ્થિર છે. પરંતુ કોમોડિટી બજારમાં સુસ્તી જોવા મળી છે. સોનું ભારતીય વાયદા બજારમાં ફ્લેટ જોવા મળ્યું હતું. ચાંદી પણ ઘટાડા સાથે જોવા મળી હતી. સોનું જો કે MCX પર ઘટાડા સાથે ખુલ્યું પરંતુ પછી તે લીલા નિશાનમાં આવી ગયું. શરાફા બજારમાં અને વાયદા બજારમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજારમાં આજે શરૂઆત સુસ્તી સાથે થઈ પરંતુ ત્યારબાદ સોનું લીલા નિશાનમાં આવી ગયું અને 69,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. ગત કારોબારી સત્રમાં તે 69,895 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જ્યારે ચાંદી 77 રૂપિયાની આજુબાજુ નબળી થઈને 80,466 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી જે શુક્રવારે કારોબારી સત્રમાં 80,543 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 66 રૂપિયા ઉછળીને 69,729 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે જે શુક્રવારે 69,663 રૂપિયાના સ્તરે ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 61 રૂપિયા વધીને 63,872 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. જે છેલ્લા સત્રમાં 63,811 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે મામૂલી 73 રૂપિયાના ઉછાળા સાથે 80,336 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી જે શુક્રવારે 80,263 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/9cDUQ9iaLB
— IBJA (@IBJA1919) August 12, 2024
વેપારીઓએ સોનાના ભાવમાં તેજીનો શ્રેય સ્થાનિક વેપારીઓની લેટેસ્ટ માંગણીઓ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂતીના વલણને આપ્યો. વિશેષજ્ઞોએ કહ્યું કે મજબૂત ડોલર અને વધતા બોન્ડ યીલ્ડ છતાં સોનાના ભાવમાં વધારો થયો.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે