સસ્તુ થઇ ગયું છે સોનું! ખરીદવાનો છે સોનેરી અવસર, જાણો શું છે 10 ગ્રામનો ભાવ

દસ ગ્રામ સોનાનો ભાવ થોડા અઠવાડિયા પહેલાં 56,000 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પરંતુ ગત કેટલાક દિવસોથી વિદેશી બજારોમાં આવેલી નરમાઇ બાદ સોના ભાવ ફરી ઘટી ગયા છે. સોનું હવે સસ્તું થઇ ગયું છે. જાણકારોનું માનીએ તો સોનું ખરીદવાનો આ યોગ્ય સમય હોઇ શકે છે. 

સસ્તુ થઇ ગયું છે સોનું! ખરીદવાનો છે સોનેરી અવસર, જાણો શું છે 10 ગ્રામનો ભાવ

નવી દિલ્હી: દસ ગ્રામ સોનાનો ભાવ થોડા અઠવાડિયા પહેલાં 56,000 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પરંતુ ગત કેટલાક દિવસોથી વિદેશી બજારોમાં આવેલી નરમાઇ બાદ સોના ભાવ ફરી ઘટી ગયા છે. સોનું હવે સસ્તું થઇ ગયું છે. જાણકારોનું માનીએ તો સોનું ખરીદવાનો આ યોગ્ય સમય હોઇ શકે છે. 

જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
બુધવારે દિલ્હી સોની બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ (Gold Price today) 210 રૂપિયા ઘટી ગયો. તો બીજી તરફ 1 કિલોગ્રામ ચાંદીની કિંમતમાં 1,000 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. HDFC સિક્યોરિટીના અનુસાર દિલ્હી સોની બજારમાં બુધવારે 24 કેરેટ સોનાનો ભાવ 52,173 રૂપિયા પ્રતિ દસ ગ્રામથી ઘટીને 51,963 રૂપિયા દસ ગ્રામ પર આવી ગયો છે. આ દરમિયાન ભાવમાં 210 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો આવ્યો છે. તો બીજી તરફ મુંબઇમાં 99.9 ટૅકાવાળા સોનાનો ભાવ ઘટીને 51,000 રૂપિયાથી નીચે આવી ગયો છે. બુધવારે 24 કેરેટ સોનાનો ભાવ 50,983 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો. 

આંતરરાષ્ટ્રીય બજારની અસર સોનાના ભાવ પર
જાણકારોનું કહેવું છે કે સારા આર્થિક આંકડાના કારણે અમેરિકી ડોલરમાં મજબૂતી પરત ફરી છે. અમારી સહયોગી વેબસાઇટ zeebiz.com ના અનુસાર અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારો, કોરોના વાયરસની સારવારની આશા અને અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલની સંભાવનાએ સોના અને ચાંદી પર દબાણ બનાવવાનું કામ કર્યું છે. તેના લીધે ઘરેલૂ બજારમાં પણ આજે ફરી સોનું સસ્તું થયું છે. 

ચાંદીના ભાવમાં પણ ઘટાડો
બુધવારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીના સોની બજારમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 66,255 રૂપિયાથી ઘટીને 65,178 રૂપિયા પર આવી ગયો છે. આ દરમિયાન ભાવમાં 1,077 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ મુંબઇમાં ચાંદીનો ભાવ ઘટીને 62541 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news