Gold Price Today 23 June 2022: સોનું ખરીદવું હોય તો સારો મોકો! જાણો આજે ભાવમાં થયો કેટલો ઘટાડો
Trending Photos
નવી દિલ્લીઃ ભારતીય બજારમાં સતત ચોથા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. બુધવાર, 22 જૂન 2022એ મલ્ટી કમોડિટી એક્સચેંજ પર ઓગસ્ટ સોનના વાયદા 24 કેરેટ સોનાનો ભાવ 0.44 ટકા પ્રતિગ્રામ તૂટ્યો છે. જ્યારે જુલાઈના વાયદાનો ચાંદીનો ભાવ 1.47 ટકા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. ચાર દિવસમાં સોનું 500 રૂપિયા ઘટી ગયું છે. ગ્લોબલ માર્કેટમાં સોનું 0.3 ટકા ઘટીને 1,827.03 ડોલર થઈ ગયું છે. અન્ય કિંમતી ધાતુઓમાં સ્પોટ સિલ્વર 1 ટકા ઘટીને 21.45 ડોલર, પ્લેટિનમ 0.7 ટકા તૂટીને 930.71 ડોલર અને પ્લેડિનમ 0.8 ટકા તૂટીને 1,862.40 ડોલર થઈ ગયું. બુધવારે કારોબારમાં MCX પર ઓગસ્ટ વાયદા મુજબ સોનાનો ભાવ 222 રૂપિયા એટલે કે, 0.44 તૂટીને 50,538 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. જ્યારે જુલાઈ વાય…
દરરોજ સોના-ચાંદીના ભાવમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. આજે 23 જૂને દેશમાં સોનાના ભાવમાં ઘડાટો નોંધાયો છે. આજે MCX પર, સોનાનો વાયદો 0.27 ટકા ઘટીને 50,767 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે ચાંદીનો વાયદા ભાવ 0.70 ટકા ઘટીને 60,225 પ્રતિ કિલોગ્રામ થયો છો. જો ગઇકાલની વાત કરીએ તો, સોનાનો વાયદા ભાવ 50,598 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ ચાંદીનો વાયદા ભાવ 60,477 પ્રતિ કિલોગ્રામ હતો.
24 કેરેટ સોનાનો ભાવઃ
દેશમાં 24 કેરેટ સોનામાં 10 ગ્રામનો ભાવ આજે 51,990 રૂપિયા છે. જે ગઈ કાલે 51,760 રૂપિયા હતો. લખનઉમાં આજનો ભાવ 52,140 છે જે કાલે 51,910 રૂપિયા હતું. અહીં જણાવેલા ભાવમાં જીએસટી, ટીસીએસ અને અન્ય કિંમત ઉમેરી નથી.
અમદાવા અને સુરતમાં સોનાનો ભાવઃ
આજે અમદવાદ અને સુરતમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 47,680 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 52,070 પ્રતિ 10 ગ્રામનો છે.
આ રીતે સોનાની શુદ્ધતા ચકાસોઃ
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો 'BIS Care app' મારફતે સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશનમાં સોનાની શુદ્ધતાની સાથે અન્ય અનેક માહિતી પમ મળી રહે છે. તમને જણાવી દઈએ કે, આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે