2 દિવસ બાદ ફરી સોનામાં તેજી, જાણો કેટલું મોંઘું થયું સોનું

ચાંદીનો ભાવ 620 રૂપિયાની સાથે 69,841 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. ગુરૂવારે સોનું જ નહી પરંતુ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. ગુરૂવારે ચાંદીના ભાવમાં 1,214 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી તૂટી ગયો હતો.

2 દિવસ બાદ ફરી સોનામાં તેજી, જાણો કેટલું મોંઘું થયું સોનું

નવી દિલ્હી: બે દિવસ સુધી સતત ઘટાડા બાદ આજે દેશમાં સોના-ચાંદીનો ભાવ વધી ગયો છે. કારોબારની શરૂઆતથી જ કિંમતોમાં તેજી જોવા મળી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે (Gold Price on 18th September 2020) સોનાની કિંમત 224 રૂપિયા વધીને 52,672 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. તો બીજી તરફ ચાંદીનો ભાવ 620 રૂપિયાની સાથે 69,841 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. ગુરૂવારે સોનું જ નહી પરંતુ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. ગુરૂવારે ચાંદીના ભાવમાં 1,214 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી તૂટી ગયો હતો.

સોનાના નવા ભાવ
HDFC સિક્યોરિટીઝના અનુસાર સોનાનો ભાવ આજે 224 વધીને 52,672 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. તેને ગત સત્ર એટલે કે ગુરૂવારે કારોબારમાં સોનું 608 રૂપિયા ઘટીને 52,463 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,954 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ રહ્યું. 

ચાંદીના નવા ભાવ
HDFC સિક્યોરિટીઝના અનુસાર ચાંદીનો ભાવ 620 રૂપિયાની તેજી સાથે 69,841 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો. ગુરૂવારે કારોબારી સત્ર બાદ ચાંદી 1,214 રૂપિયા 69,242 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ 27.13 ડોલર પ્રતિ ઔંસ રહ્યો. 

કેમ વધ્યો ભાવ
HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કમોડિટીઝ) તપન પટેલના અનુસાર આંતરરાષ્ટ્રીય કિંમતોમાં આવેલા વધારા અને અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયો મજબૂત થતાં પ્રભાવિત થયું. ચીન બાદ ભારત સોનાનો બીજો સૌથી મોટો ખરીદદાર છે. ભારતમાં સોના પર 12.5 ટકા આયાત શુલ્ક અને ત્રણ ટકા GST લાગે છે. ભારતમાં આ વર્ષે સોનાની કિંમતો લગભગ 30 ટકા વધી છે. ભારતમાં સોનાની આયાત ઓગસ્ટમાં વધીને 3.7 અરબ ડોલર થઇ ગઇ, જે ગત વર્ષે આ મહિનામાં 1.36 અરબ ડોલર હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news