Gold Price Today, 17 December 2020: સોનાના ભાવમાં તેજી યથાવત, ચાંદી પણ ચમકી

MCX પર બુધવારે સોનું 49597 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર બંધ થયું હતું. આજે ઓપનિંગ  49770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થયું  છે. પહેલાં હાફમાં સોનું 49795 રૂપિયાના ઇંટ્રા ડે પર હાઇ પર પહોચ્યું.

Gold Price Today, 17 December 2020: સોનાના ભાવમાં તેજી યથાવત, ચાંદી પણ ચમકી

નવી દિલ્હી: સોના અને ચાંદીના ભાવમાં વધારાનો સિલસિલો યથાવત છે, આજે દિલ્હીના સોની બજારમાં સોનું 49 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના મહત્વપૂર્ણ સ્તરને પાર કરી ગયું. તો બીજી તરફ ચાંદીમાં વધારા સાથે 65 હજારના સ્તરની નજીક પહોંચી ગઇ છે. બજારના જાણકારોના અનુસાર વિદેશી સંકેતોના લીધે આજે કારોબારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારાનો ટ્રેંડ રહ્યો છે. MCX પર સોનાના ફેબ્રુઆરી વાયદામાં 185 રૂપિયાની મજબૂત સાથે 49780 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ કારોબાર કરી રહી છે. 

MCX પર બુધવારે સોનું 49597 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર બંધ થયું હતું. આજે ઓપનિંગ  49770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થયું  છે. પહેલાં હાફમાં સોનું 49795 રૂપિયાના ઇંટ્રા ડે પર હાઇ પર પહોચ્યું. હાલ સોનામાં એક સીમિત દાયરામાં કારોબાર જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઇએ. તમને જણાવી દઇએ કે સોનાએ આ વર્ષે 57100ના ઉચ્ચતમ સ્તરને અડક્યો હતો. આ મુજબ સોનું સોનું પોતાના ઉંચા સ્તરથી 7000 રૂપિયાથી વધુ સસ્તું છે. 

ચાંદીમાં આજે પણ શાનદાર તેજી જોવા મળી છે. MCX પર ચાંદીના માર્ચ વાયદામાં 740 રૂપિયા મજબૂતી સાથે 66,650 ની ઉપર ટ્રેંડ કરી રહ્યું છે. બુધવારે ચાંદી 65 હજારની ઉપર 65911 રૂપિયા કિલો પર બંધ થયું હતું. સતત ત્રણ દિવસથી ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. 

તમારા શહેરમાં સોના ચાંદીના ભાવ
આવો એક નજર કરીએ ચાર મેટ્રો શહેરોમાં 10 ગ્રામ 24 કેરેટ સોના ભાવ શું છે, Goodreturns.in અનુસાર
10 ગ્રામ સોનાનો ભાવ

શહેર સોનાનો ભાવ
દિલ્હી 52,760
મુંબઇ 49,320
કલકત્તા 51,260
ચેન્નઇ 51,160

આવો એક નજર કરીએ ચાર મેટ્રો શહેરોમાં 1 કિલો ચાંદીનો ભાવ શું છે, Goodreturns.in અનુસાર
1 કિલો ચાંદીનો ભાવ

શહેર ચાંદીના ભાવ
દિલ્હી 65610
મુંબઇ 65610
કલકત્તા 65610
ચેન્નઇ 68910

બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news