સસ્તું થયું સોનું, ચાંદીના ભાવમાં ઘટાડો, 28120 રૂપિયા પર આવી ગયું 14 કેરેટ ગોલ્ડ
ભારતમાં કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Gold Price Today 29th December.: સોની બજારમાં સોના-ચાંદીના ભાવમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. 24 કેરેટ શુદ્ધ સોનું જ્યાં સસ્તું થયું છે તો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. હવે 14 કેરેટ સોનાનો ભાવ 28120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે.
આ ફેરફાર બાદ હવે 24 કેરેટ શુદ્ધ સોનું પોતાના ઓલ ટાઇમ હાઈ રેટ 56126 રૂપિયાના લેવલથી 8186 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું અને ચાંદી પાછલા વર્ષની સર્વોચ્ચ સપાટી 76004 રૂપિયાથી 13854 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તી છે. ચાંદી આજે 71 રૂપિયા સસ્તી થઈને 62154 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.
ઈન્ડિયા બુલિયન એસોસિએશન દ્વારા જાહેર રેટ પ્રમાણે આજે સોની બજારમાં 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ મંગળવારના બંધ રેટના મુકાબલે 250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 48068 રૂપિયા પર ખુલ્યો હતો. જ્યારે આજે 22 કેરેટ સોનાનો ભાવ 44030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. જ્યારે 18 કેરેટ ગોલ્ડની કિંમત હવે 36051 રૂપિયા છે. તેના પર 3 ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ અલગથી છે.
સોની બજારમાં આજનો ભાવ
ધાતુ | 29 ડિસેમ્બરનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) | 28 ડિસેમ્બરનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) |
ભાવમાં ફેરફાર (રૂપિયા/10 ગ્રામ) |
Gold 999 (24 કેરેટ) | 48068 | 48318 | -250 |
Gold 995 (23 કેરેટ) | 47876 | 48125 | -249 |
Gold 916 (22 કેરેટ) | 44030 | 44259 | -229 |
Gold 750 (18 કેરેટ) | 36051 | 36239 | -188 |
Gold 585 ( 14 કેરેટ) | 28120 | 28266 | -146 |
Silver 999 | 62154 રૂપિયા પ્રતિ કિલો | 62225 રૂપિયા પ્રતિ કિલો | -71 રૂપિયા પ્રતિ કિલો |
IBJA નો રેટ દેશભરમાં સર્વમાન્ય
મહત્વનું છે કે IBJA દ્વારા જારી કરવામાં આવેલા રેટ દેશભરમાં સર્વમાન્ય છે. પરંતુ આ વેબસાઇટ પર આપવામાં આવેલા રેટમાં જીએસટી સામેલ નથી. સોનું ખરીદતા-વેચતા સમયે તમે IBJA ના ભાવનો હવાલો આપી શકો છો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે IBJA દેશભરના 14 સેન્ટરોથી સોના-ચાંદીના કરન્ટ રેટ એમ કહો તો હાજર ભાવ અલગ-અલગ જગ્યાએ અલગ હોઈ શકે છે પરંતુ તેની કિંમતોમાં થોડુ અંતર હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે