Karwa Chauth પહેલા સોનાના ભાવમાં મોટો ઘટાડો, એક ક્લિકમાં જાણો નવી કિંમત

વૈશ્વિક સ્તર પર સોનાની કિંમતોમાં ઘટાડા વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે સોનાનો ભાવ 400 રૂપિયા ઘટી 62050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. 
 

Karwa Chauth પહેલા સોનાના ભાવમાં મોટો ઘટાડો, એક ક્લિકમાં જાણો નવી કિંમત

Gold Price: કરવા ચોથના એક દિવસ પહેલા આજે મંગળવારે સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તર પર સોનાની કિમતો (Gold Price Today) માં ઘટાડા વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે સોનાનો ભાવ 400 રૂપિયા ઘટી 62050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે. સોનાનો ભાવ પાછલા કારોબારી સત્રમાં 62450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. 

શું કહે છે એક્સપર્ટ
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "સોનાના ભાવ ગયા અઠવાડિયે પહોંચેલી બહુ-મહિનાની ઊંચી સપાટીથી નીચે છે." અમેરિકન બોન્ડની યીલ્ડમાં વધારા ઉપરાંત પશ્ચિમ એશિયામાં સતત તણાવની અસર જોવા મળી રહી છે.'' જોકે, ચાંદીનો ભાવ રૂ. 300 વધીને રૂ. 75,500 પ્રતિ કિલો થયો હતો.

વિદેશી બજારોમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો અને તે 1993 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ રહી હતી. તો ચાંદી તેજી સાથે 23.12 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર રહી હતી. ગાંધી પ્રમાણે કારોબારીઓનું માનવું છે કે સોનાની કિંમતના સીમિત દાયરામાં રહેવાની સંભાવના છે. તેને વ્યાજદરો વિશે સંકેત માટે ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિના પરિણામોનો ઇંતજાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news