Gold Price Today: આજે સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો 24 કેરેટ ગોલ્ડની કિંમત
મજબૂત ગ્લોબલ ટ્રેન્ડ્સ અને ડોલર સામે રૂપિયો તૂટવાને કારણે ભારતમાં સોમવારે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કારોબારી સત્રના પ્રથમ દિવસ એટલે કે સોમવારે ભારતમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર મજબૂત ગ્લોબલ ટ્રેન્ડ્સને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનું 116 રૂપિયા મોંઘુ થઈને 46,337 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. પાછલા કારોબારમાં સોનું 46221 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ આજે 161 રૂપિયા વધીને 67015 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે.
એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલે કહ્યુ કે, દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમતોમાં 116 રૂપિયાની તેજી આવી, જે રૂપિયામાં ઘટાડો દર્શાવે છે. સોમવારે શરૂઆતી કારોબારમાં ભારતીય રૂપિયો અમેરિકી ડોલરના મુકાબલે 6 પૈસા તૂટી 74.26 પર ખુલ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધારા સાથે 1782 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 26.13 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી.
સોનાની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સાંજે 4.45 કલાકે ઓગસ્ટ 2021માં ડિલિવરીવાળા સોનાનો ભાવ 16 રૂપિયા એટલે કે 0.03 ટકાની તેજી સાથે 46941 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો.
ચાંદીની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જુલાઈ 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 60 રૂપિયાના વધારા સાથે 67933 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી. આ રીતે ડિસેમ્બર 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 82 રૂપિયાના વધારા સાથે 69032 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે