Gold Price Today: સતત ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, એક ક્લિકમાં જાણો નવી કિંમત

Gold Silver Price: સોના અને ચાંદીના ભાવ સતત રેકોર્ડ લેવલથી નીચે આવી રહ્યાં છે. સોની બજાર તરફથી જારી નવા રેટથી સોનું ઘટી 60,000ના સ્તર પર અને ચાંદી 70,000 રૂપિયાના લેવલ પર આવી ગઈ છે. 
 

Gold Price Today: સતત ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, એક ક્લિકમાં જાણો નવી કિંમત

નવી દિલ્હીઃ Gold Price 25th May: સોના અને ચાંદીની કિંમતમાં સતત ઘટાડાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. સોની બજારની સાથે એમસીએક્સ (MCX)પર પણ સતત કિંમત તૂટી રહી છે. બુધવાર બાદ ગુરૂવારે પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે પણ સોના અને ચાંદીના ઘરેણા ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો માર્કેટ પ્રાઇઝ પ્રમાણે આ સારો સમય છે. જાણકારોનું કહેવું છે કે દિવાળીની સીઝનમાં આ વખતે સોનું 65000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી શકે છે. આ રીતે ચાંદીનો ભાવ 80 હજાર પહોંચે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

MCX પર સોના-ચાંદીમાં ઘટાડો
મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX)પર ગુરૂવારે ફરી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.  MCX પર તો સોનું ઘટીને 60000 રૂપિયાના મનોવૈજ્ઞાનિક આંકડાની નીચે પહોંચી ગયું. આ રીતે ચાંદીનો ભાવ પણ 70 હજાર નીચે 70961 રૂપિયા પર આવી ગયો. ગુરૂવારે  MCX પર ચાંદી 125 રૂપિયાના ઘટાડા સાથે 70960 રૂપિયા પ્રતિ કિલો અને સોનું 49 રૂપિયાના ઘટાડા સાથે 59811 રૂપિયા પર પહોંચી ગયું. આ પહેલાં બુધવારે સોનું 59860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 71086 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 

સોની બજારમાં પણ થયો ઘટાડો
સોની બજારના રેટ https://ibjarates.com પર જારી કરવામાં આવે છે. ગુરૂવારે બપોરે જારી રેટ અનુસાર સોનું 400 રૂપિયાથી વધુના ઘટાડા સાથે 60228 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તો ચાંદી આશરે 800 રૂપિયાના ઘટાડા સાથે 70312 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. બુધવારે સોનું 60680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 70312 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. 

ગુરૂવારે 23 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો થયો હતો. આ સાથે 23 કેરેટ સોનું સસ્તું થઈને 59987 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું 55169 રૂપિયા અને 20 કેરેટ સોનું 45171 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news