Israel War ની થઇ રહી છે મોટી અસર, દરરોજ વધી રહ્યા છે સોનાના ભાવ

Gold-Silver Price Today: ઇમાસ-ઇઝરાયેલ આતંકવાદી (2023 Israel–Hamas war) હુમલા બાદ ફરીથી સોનાના ભાવ વધી રહ્યા છે. એક્સપર્ટનું માનીએ તો આગામી દિવસોમાં સોના ભાવમાં તેજી જોવા મળશે. 
 

Israel War ની થઇ રહી છે મોટી અસર, દરરોજ વધી રહ્યા છે સોનાના ભાવ

Gold-Silver Price Today, 12 October: સોનાના ભાવ (Gold-Silver Price) માં સતત તેજી જોવા મળી રહી છે. હમાસ-ઇઝરાયેલ આતંકવાદી (2023 Israel–Hamas war) હુમલા બાદ ફરીથી સોનાના ભાવ વધી રહ્યા છે. એકસપર્ટનું માનીએ તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં તેજી જોવા મળશે. ઘણા લોકો દિવાળી પર સસ્તું સોનું ખરીદવા (Gold price) નો પ્લાન બનાવી રહ્યા છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દિવાળી (Diwali 2023)પર ગોલ્ડનો ભાવ ઘટવાની સંભાવના ખૂબ ઓછી છે. 

ઇઝરાયેલના યુદ્ધની અસર ચાલુ છે
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ દિવસેને દિવસે વધી રહ્યો છે, જેના કારણે આગામી સમયમાં સોનાના ભાવમાં વધુ વધારો થવાની આશંકા છે. આજે એમસીએક્સ પર પણ સોનું અને ચાંદી બંને મોંઘા થઈ ગયા છે. સોનાના ભાવ આજે 58000 ની સપાટી વટાવી ગયા છે.

MCX પર સોનું છે મોંઘું
મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર ગોલ્ડનો ભાવ આજે 0.28 ટકાની તેજી સાથે 58104 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. આ ઉપરાંત આજે ચાંએદી પણ 0.60 ટકાના વધારા સાથે 69840 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. 

ગ્લોબલ માર્કેટમાં સોનું કેટલું વધ્યું?
વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદી બંને ધાતુના ભાવ વધી રહ્યા છે. કોમેક્સ પર સોનું 0.16 ટકા વધીને $1890.40 પ્રતિ ઔંસ પર છે. આ સિવાય સોનાની વૈશ્વિક હાજર કિંમત હાલમાં 0.16 ટકાના વધારા સાથે 1877.45 ડોલર પ્રતિ ઔંસ છે.

વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ
ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર ચાંદીની કિંમત 0.64 ટકાના વધારા સાથે 22.28 ડોલર પ્રતિ ઔંસ છે. આ સિવાય ચાંદીની હાજર કિંમત 0.37 ટકાના વધારા સાથે 22.12 ડોલર પ્રતિ ઔંસ પર છે.

ચેક કરો આજાનો ભાવ
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમે જે નંબર પરથી મેસેજ કરશો તે જ નંબર પર તમારો મેસેજ આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news