Gold Price Today: સોના બાદ ચાંદીના ભાવે બનાવ્યો રેકોર્ડ, 86000 ની નજીક પહોંચી, ગોલ્ડમાં પણ તેજી

Gold Price 16th May 2024: એમસીએક્સ પર સોનું સવારના સમયે સામાન્ય તેજી સાથે ખુલ્યું હતું. પરંતુ બપોરના સમયે તેમાં 22 રૂપિયા જેટલો ઘટાડો થયો હતો. બીજીતરફ ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. 

Gold Price Today: સોના બાદ ચાંદીના ભાવે બનાવ્યો રેકોર્ડ, 86000 ની નજીક પહોંચી, ગોલ્ડમાં પણ તેજી

નવી દિલ્હીઃ Gold-Silver Price Today: સોના બાદ આજે ચાંદીના ભાવે નવો રેકોર્ડ બનાવી દીધો છે. ગુરૂવારે કારોબારી સત્ર દરમિયાન ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ચાંદીનો ભાવ વધીને 86000 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગયો છે. સોનાની કિંમતમાં પણ ફરી તેજી જોવા મળી છે. પાછલા સપ્તાહે સોનામાં ઘટાડા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાછલા મહિને 19 એપ્રિલે સોનું અત્યાર સુધીના ઓલ ટાઈમ હાઈ 73596 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું હતું. હવે ફરી આ ભાવની આસપાસ કારોબાર કરી રહ્યું છે. 

MCX પર ગુરુવારે મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)પર ગુરૂવારે મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. એમસીએક્સ પર સોનું સવારના સમયે સામાન્ય તેજી સાથે ખુલ્યું હતું. પરંતુ બપોરના સમયે તે 22 રૂપિયાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું હતું. બીજીતરફ ચાંદીના ભાવમાં સારી તેજી આવી અને તે 341 રૂપિયા વધી 87206 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી. ચાંદી સવારે 100 રૂપિયાની તેજી સાથે ખુલી હતી. પાછલા દિવસોમાં જ્યારે સોનાની કિંમતમાં ઘટાડો થયો તો જાણકારો તરફથી હજુ પણ ઘટાડાની આશા કરવામાં આવી રહી હતી. 

IBJA ની વેબસાઇટ પર ભાવ
સોની બજારમાં છેલ્લા કેટલાક સમયથી ઉથલપાથલ જોવા મળી રહી છે. IBJA ની વેબસાઇટ અનુસાર ગુરૂવારે 24 કેરેટ સોનું 542 રૂપિયા વધી 73476 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. 23 કેરેટ સોનાનો ભાવ 73182 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 67304 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીના ભાવમાં પણ જોરદાર તેજી આવી છે અને તે 1200 રૂપિયાના વધારા સાથે 85700 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે. આ રીતે ચાંદીની કિંમત અત્યાર સુધીના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news